- 56 દિવસ બાદ કોરોના જૂનાગઢ જિલ્લામાં પાછી પાની કરતો જોવા મળ્યો
- બીજી લહેરમાં 3 એપ્રિલના દિવસે માણાવદરમાં પ્રથમ મોત થયાનું આવ્યું હતું સામે
- પ્રતિદિન 10 કરતાં વધુ વ્યક્તિના મોત કોરોના સંક્રમણને કારણે થતાં જોવા મળતાં હતાં
જૂનાગઢઃ પાછલા 56 દિવસથી કોરોના સંક્રમણ અને તેને કારણે થયેલા મોતનો આંકડો ખૂબ જ ચિંતા ઉપજાવી રહ્યો હતો. ગત ૩જી એપ્રિલના દિવસે માણાવદરના એક વ્યક્તિનું જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયાની પ્રાથમિક વિગતો સામે આવી હતી. બીજી લહેરમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં પ્રથમ મોત હતું. ત્યારબાદ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું અને એટલી હદે વધુ જોવા મળ્યું કે એક સમયે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન દસ કરતાં વધુ વ્યક્તિના મોત કોરોના સંક્રમણને કારણે થતાં જોવા મળતાં હતાં.
આ પણ વાંચોઃ WHOએ ભારતમાં કોરોના વાઈરસના સ્વરૂપોને કપ્પા અને ડેલ્ટા નામ આપ્યું