જૂનાગઢ:ચોમાસાની સીઝન ચાલી રહી છે. આ સિઝનમાં ડેન્ગ્યુના મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે પરંતુ હજુ સુધી જૂનાગઢ શહેર કે જિલ્લામાં ડેન્ગ્યુનો શંકાસ્પદ કે સંભવિત કેસ આરોગ્ય વિભાગના દફતરે નોંધાયો નથી. ચોમાસા દરમિયાન ડેન્ગ્યુના ઉપદ્રવને કારણે લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે. ઉલ્લેખનીય છે કે વરસાદની ફરીથી એન્ટ્રી થતા રોગચાળો અને ખાસ કરીને મચ્છરજન્ય રોગમાં વધારો થવાની શક્યતા હોય છે.
Junagadh News: જૂનાગઢ શહેર અત્યાર સુધી ડેન્ગ્યુના ડંખથી મુક્ત, ડેન્ગ્યુનો એક પણ કેસ નોંધાયો નથી - ડેન્ગ્યુનો એક પણ કેસ નોંધાયો નથી
ચોમાસાની સિઝન ચાલી રહી છે પરંતુ અત્યાર સુધી જૂનાગઢ શહેર કે સમગ્ર જિલ્લામાં શંકાસ્પદ કે સંભવિત ડેન્ગ્યુનો એક પણ કેસ સરકારી ચોપડે નોંધાયો નથી. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ ઓફિસર ડોક્ટર શૈલેષ ચુડાસમાએ ETV ભારત સાથે કરેલી એક્સક્લુઝિવ ટેલીફોનીક વાતચીતમાં આ વિગતો આપી હતી...
Published : Sep 22, 2023, 6:56 AM IST
રાહતના સમાચાર:ચોમાસુ અને ભાદરવા મહિનાની ઋતુમાં સામાન્ય રીતે ઓપીડીના કેસમાં વધારો થતો હોય છે જે બિલકુલ સ્વાભાવિક માનવામાં આવે છે. આ સમય દરમિયાન એક સાથે ત્રણ ઋતુનો અનુભવ લોકો કરતા હોય છે જેને કારણે પણ સામાન્ય શરદીથી લઈ અને તાવ જેવી ફરિયાદો લોકોને થતી હોય છે પરંતુ તે બિલકુલ સામાન્ય છે. આ સમય દરમિયાન માનવામાં આવે છે 5.50 લાખની વસ્તીમાં પ્રતિ દિવસ 300 થી 400 જેટલા સામાન્ય ઓપીડી બિલકુલ નોર્મલ ગણવામાં આવે છે. કોઈ ગંભીર કિસ્સામાં તાવ કે અન્ય રોગચાળો હજુ સુધી સામે આવ્યો નથી.
'હાલ જૂનાગઢ કોર્પોરેશન સહિત આરોગ્ય વિભાગમાં એક પણ શંકાસ્પદ ડેન્ગ્યુ કે ગંભીર તાવનો કિસ્સો નોંધાયો નથી. સામાન્ય દિવસોની માફક જનરલ ઓપીડી 300 થી 400 ની સંખ્યામાં જોવા મળે છે જેમાં કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી કે તાવના લક્ષણો હોય તેવા એક પણ દર્દી ઓપીડીમાં પણ જોવા મળતા નથી. બેવડી ઋતુને કારણે લોકોને સામાન્ય આરોગ્યની તકલીફો થઈ રહી છે જેના માટે લોકો હોસ્પિટલ ખાતે તબીબી સવલતો લેવા માટે આવી રહ્યા છે પરંતુ હજુ સુધી ગંભીર બીમારી ડેન્ગ્યુ કે અન્ય પ્રકારના તાવોને લઈને એક પણ કિસ્સો સામે આવ્યો નથી.'-શૈલેષ ચુડાસમા, આરોગ્ય અધિકારી, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન