ગુજરાત

gujarat

ETV Bharat / state

'નો ટોબેકો' દિવસે પણ તમાકુની ખરીદી માટે મશગૂલ બનતાં તમાકુના વ્યસનીઓ - નો ટોબેકો ડે જૂનાગઢ

આજે સમગ્ર વિશ્વ 'નો ટોબેકો ડે' મનાવી રહ્યું છે. લોકડાઉનના 70 દિવસ બાદ તમાકુની દુકાન ખુલી છે અને જે રેતી તમાકુના વ્યસનીઓ દ્વારા તમાકુની ખરીદી માટે પડાપડી કરવામાં આવી રહી હતી. તે જોતા એવું લાગી રહ્યું છે કે, લોકો માટે આજે પણ તેમના જીવન કરતાં તમાકુના વ્યસનને વધુ મહત્વ આપી રહ્યાં છે.

junagadh, Etv Bharat
junagadh, Etv Bharat

By

Published : May 31, 2020, 10:57 PM IST

જૂનાગઢઃ આજે સમગ્ર વિશ્વમાં નો ટોબેકો દિવસ મનાવવામાં આવી રહ્યો છે. છેલ્લા 70 દિવસથી કોરોના વાઇરસને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેને લઇને તમાકુનું વેચાણ કરતાં તમામ એકમો બંધ જોવા મળ્યા હતા. ત્યારબાદ ચોથા તબક્કામાં તમાકુના વેચાણને મંજૂરી આપવામાં આવતા તમાકુના વ્યસનીઓ દ્વારા જે પ્રકારે તમાકુની ખરીદી કરવા માટે પડાપડી કરવામાં આવી હતી તે જોતાં એવું લાગતું હતું કે, વ્યસનીઓ માટે તેમના જીવન કરતાં તમાકુ અને તેનુ વ્યસન વધુ અગત્યનું છે.

'નો ટોબેકો' દિવસે પણ તમાકુની ખરીદી માટે મશગૂલ બનતાં તમાકુના વ્યસનીઓ

એક અંદાજ મુજબ સમગ્ર દેશમાં દર વર્ષે પાંચ લાખ કરતા વધુ લોકોના મોત કેન્સર થવાના કારણે થાય છે. તેમજ 20 લાખની આસપાસ દર્દીઓ આજે પણ કેન્સર જેવા ભયાનક રોગ સાથે જીવી રહ્યા છે. તમાકુને કારણે કેન્સર થવાના આંકડાઓ સતત વધી રહ્યા છે. જે ચિંતાજનક બાબત છે. સૌરાષ્ટ્રમાં તમાકુથી બનતા માવા ફાકી અને મસાલાને કારણે કેન્સરના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં એક લાખની વસ્તીએ 100 જેટલા કેન્સરના નવા દર્દીઓ આજે સામે આવી રહ્યા છે.

ગુજરાતના 17 ટકા કરતા વધુ યુવાનોને આજે પણ તમાકુનું વ્યસન છે. જેમાં મહિલાઓ પણ જાણે કે આ વ્યસન કરતા યુવાનોની હરીફાઇમાં ઊતરી હોય તે પ્રકારે તેમના આંકડા પર ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જો સમય રહેતા વ્યસન પર ચિંતાની સાથે ચિંતન કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તમાકુ ગુજરાત માટે એક નવી મહામારી બની રહેશે.

ABOUT THE AUTHOR

...view details