- જૂનાગઢના કોરોના વોરિયર્સની Etv Bharatએ લીધી મુલાકાત
- રસીકરણના 48 કલાક બાદ Etv Bharat પહોંચ્યુ કોરોના વોરિયર્સની સમીપે
- 48 કલાક બાદ આડઅસરના એક પણ લક્ષણ કોરોના વોરિયર્સમાં જોવા મળ્યા નથી
જૂનાગઢઃ ગત શનિવારે સમગ્ર દેશમાં કોરોના રસીકરણ મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતની સાથે સાથે જૂનાગઢમાં પણ ત્રણ રસીકરણ કેન્દ્રોમાં કોરોના વોરિયર્સને પ્રથમ તબક્કામાં રસીકરણ નીચે આવરી લેવામાં આવ્યાં હતાં. જેમાં 290 કરતા વધુ કોરોના વોરિયર્સને રસી આપીને કોરોના સામે સુરક્ષિત બનાવવામાં આવ્યા હતા. ત્યારે સોમવારે Etv Bharatની ટીમ રસી લીધાના 48 કલાક બાદ કોરોના વોરિયસની મુલાકાત લેવા પહોંચ્યું હતું અને તેમના રસી બાદના 48 કલાક બાદ તેમના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક પણ કોરોના વોરિયર્સને આડ અસરના લક્ષણો જોવા મળ્યા નથી.