- કમોસમી વરસાદને કારણે ખેતીપાકોને નુકશાની શક્યતા હતી
- સવારથી જ વાતાવરણમાં ફરીથી પલટો પાકોને નુકશાનથી મળી રાહત
- જૂનાગઢ અને ગીર પંથકમાં કેસર કેરીનો પાક સંભવિત નુકસાનની શક્યતા ટળી
જૂનાગઢઃઅરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના નીચા દબાણને(Low pressure created in the Arabian Sea ) કારણે પાછલા કેટલાક દિવસથી કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે ખેતી પાકોને નુકસાન (Fear of damage to crops)થવાની શક્યતા હતી. ખાસ કરીને જૂનાગઢ અને ગીર વિસ્તારમાં થતી કેસર કેરીની ખેતીને માવઠાની (Mango crop in Gir and Junagadh )વિપરીત અસર પડી શકે તેમ હતી. પરંતુ આજ સવારથી જ વાતાવરણમાં બદલાવ (Gujarat Meteorological Department )જોવા મળી રહ્યો છે અને વાદળો વિખેરાતા જોવા મળ્યા છે. જેને કારણે કેરીના પાકને સંભવિત નુકસાનથી( No Damage to Mango)બચવાની સંભાવના બની રહી છે.
સવારથી જ વાતાવરણમાં ફરીથી પલટો આવ્યો
પાછલા કેટલાક સમયથી અરબી સમુદ્રમાં સર્જાયેલા નીચા દબાણને કારણે સૌરાષ્ટ્ર વિસ્તાર અને ખાસ કરીને જૂનાગઢ અને ગીર પંથકમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. જેને પગલે શિયાળુ પાકને નુકસાનની (Damage to winter crops)સાથે એક માત્ર ગીર અને જૂનાગઢ પંથકમાં પાકતી કેસર કેરીના પાકને પણ નુકસાન થવાની શક્યતાઓ પ્રબળ બનતી જોવા મળી હતી. પરંતુ આજ સવારથી જ વાતાવરણમાં ફરીથી પલટો આવ્યો છે અને જે કમોસમી વરસાદની સાથે જ પવનનો ખતરો હતો એ દૂર થતો જોવા મળી રહ્યો છે. બદલાયેલા વાતાવરણને(Climate change in Gir and Junagadh ) કારણે શિયાળુ પાકો અને ખાસ કરીને કેસર કેરીના પાકને સંભવિત નુકસાનમાંથી જાણે કે કુદરતે બચાવી લીધી હોય તે પ્રકારનો અનુભવ ગીર અને જૂનાગઢમાં થઈ રહ્યો છે.