ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્વામિનારાયણ મંદિરમાં ભોજનશાળા અને નૂતન પ્રવેશદ્વારનું શિલારોપણ કરાયું

જુનાગઢ જવાહર રોડ સ્થિત આવેલા સ્વામિનારાયણ મંદિરમાં (junagadh swaminarayan mandir) રાકેશપ્રસાદની હાજરીની વચ્ચે ભોજનશાળા અને નૂતન પ્રવેશદ્વારનું(Inauguration new entrance) શિલારોપણ કરવામાં આવ્યું હતું.

સ્વામિનારાયણ મંદિરમાં ભોજનશાળા અને નૂતન પ્રવેશદ્વારનું શિલારોપણ કરાયું
સ્વામિનારાયણ મંદિરમાં ભોજનશાળા અને નૂતન પ્રવેશદ્વારનું શિલારોપણ કરાયું

By

Published : Dec 15, 2022, 4:53 PM IST

સ્વામિનારાયણ મંદિરમાં ભોજનશાળા અને નૂતન પ્રવેશદ્વારનું શિલારોપણ કરાયું

જુનાગઢજવાહર રોડ સ્થિત આવેલા સ્વામિનારાયણ મંદિરમાં (junagadh swaminarayan mandir) આજે વડતાલ ગાદીના ગાદીપતિ પ,પૂ,ધ,ધુ1008 રાકેશ પ્રસાદ સ્વામીની પ્રેરક ઉપસ્થિતિની વચ્ચે નુતન ભોજનશાળા (new bhojanshala swaminarayan mandir )અને મંદિરના ભવ્ય પ્રવેશ દ્વારની શિલારોપણ (Inauguration new entrance) વિધિ અને ભૂમિ પૂજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો અને સ્વામિનારાયણ સંપ્રદાનના સંતોએ હાજરી આપી હતી.

ભૂમિ પૂજનજુનાગઢ શહેરના જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં નૂતન ભોજન શાળા(junagadh swaminarayan mandir bhojanshala) અને મંદિરના ભવ્ય પ્રવેશ દ્વારના શીલારોપણ અને ભૂમિ પૂજન વિધિમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના(Vadtal Swaminarayan Temple) ગાદીપતિ પ,પુ,ધ,ધુ રાકેશ પ્રસાદ સ્વામીની પ્રેરક ઉપસ્થિતિ અને તેમની હાજરીની વચ્ચે ભૂમિ પૂજન અને શિલારોપણ વિધિ સંપન્ન કરવામાં હતી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો મંદિર સાથે જોડાયેલા ટ્રસ્ટીઓ અને ખૂબ મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોએ હાજરી આપીને ધાર્મિક પ્રસંગને દીપાવ્યો હતો.

પ્રવેશદ્વારનું કામપાછલા કેટલાક મહિનાથી મંદિરમાં નૂતન ભોજન શાળા અને પ્રવેશ દ્વારને લઈને સંપ્રદાયના સાધુ-સંતોને સેવકોમાં કામ શરૂ થવાને લઈને ખૂબ ઉત્સાહ હતો. જેનો આજે અંત આવ્યો છે. અને નૂતન ભોજન શાળા તેમજ મંદિરના ભવ્ય પ્રવેશદ્વારનું કામ આજથી શરૂ થયું છે.

ઈંટોનું પૂજન આજે સવારે સ્વામિનારાયણ મંદિર પટાંગણમાં શિલારોપણ વિધિ માટે રાખવામાં આવેલ સોનાની ઈંટોનું પૂજન પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે કરાયું હતું. જેમાં પણ રાકેશપ્રસાદ સ્વામીના અધ્યક્ષ સ્થાને પૂજન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. અંદાજિત એક કલાક સુધી ચાલેલી પૂજન વિધિ કાર્યક્રમમાં દાતાઓ સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણી સંતો તેમજ અન્ય ધર્મના મહાનુભાવોએ હાજરી આપીને શીલા પૂજન અને ત્યારબાદ તેના રોપણ વિધિમાં હાજર રહીને આ ધાર્મિક પ્રસંગને વધુ પ્રભાવશાળી બનાવ્યો હતો.

સંતોમાં ભારે ઉત્સાહઆજથી નવી ભજન શાળા અને મંદિરના નૂતન પ્રવેશદ્વારનું (Inauguration new entrance) કામ શરૂ થવા જઈ રહ્યું છે. જેને લઈને પણ હરિભક્તો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details