મળતી માહીતી અનુસાર જૂનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદાર કચેરી ખાતે નેટ કનેક્ટિવિટી છેલ્લા 3-4 દિવસથી બંધ થઈ ગઇ હતી. જેના કારણે માંગરોળ મામલતદાર કચેરીને લગતી કામગીરી પણ ઠપ્પ થઈ ગઇ હતી.
હાલમાં એડમિશન માટેનો સમયગાળો છે અને એડમિશનમાં વિદ્યાર્થીઓના જાતિના દાખલાની જરૂરિયાત પડતી હોય છે. મામલતદાર કચેરીમાં નેટ કનેક્ટિવિટી બંધ થઈ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
આ સિવાય ખેડૂતોને દાખલા કઢાવવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
જૂનાગઢ મામલતદાર કચેરીમાં નેટ કનેક્ટિવિટી બંધ B.Ed, Phd સહિતના અભ્યાસ ક્રમમાં પ્રવેશ માટેના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મામલતદાર કચેરીમાં નેટની સમાસ્યા સર્જાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તેવા સંજોગોમાં કનેકટિવિટી બંધ થઈ જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
જયારે ખાસ કરીને જોઇએ તો હાલમાં જાતિ આવકના દાખલાથી વિધાર્થીઓના એડમીશન અટકતા હોવાથી વિધાર્થીઓનું ભાવી પણ જોખમાય તેવી પણ શંકા સેવાઇ રહી છે.