આ અંગે વાત કરતા આશુબેનએ જણાવ્યું હતું કે, હાલ શાકભાજીના નાના નાના ગરીબ વેપારીની હાલત દયનીય બની ચુકી છે. ખાસ કરીને જોઈએ તો આ માંગરોળ માર્કેટમાં છત પણ નળીયાવાળી અને તુટેલી હાલતમાં જોવા મળી હતી. જેથી નાના વેપારી પોતાના ઉપર તાડપત્રી લગાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.ફાતીમા બેને જણાવ્યું કે, નાના વેપારીઓને શૌચાલય કે પાણી જેવી કોઈ પણ પ્રકારની સુવીધા નથી જેથી ધંધો કરતાં પોતાના ઘરે જવું પડે છે.
મહત્વનું છે કે આ માર્કેટની અંદર નાના વેપારીઓ પોતાની શાકભાજી વેચવા આવે છે. કારણ કે અંદર ગમે ત્યારે જર્જરીત હાલતમાં પડેલી છત તૂટી પડવાનો ભય વેપારીઓમાં હોય છે.પરતું તંત્ર આની કોઈ પણ પ્રકારની જવાબદારી નથી લઈ રહ્યું. જેથી નગરપાલીકાને વધારે ભાડું ભરીને પણ બહાર બેસવું પડી રહ્યું છે.