માંગરોળ, માળીયા હાટીના પંથકમાં હજારો એકર જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે. જયારે વાવણી બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે અને પોતાએ ખરીદ કરેલુ લાખો રૂપીયાનું બિયારણ વરસાદ ખેંચાતા નિષ્ફળ થવાનો ભય ખેડૂતોને સતાવી રહયો છે.
માંગરોળ-માળીયા હાટીના પંથકમાં વરસાદ ન થતાં ખેડૂતોની મુંજવણમાં વધારો - gujarati news
જૂનાગઢઃ જીલ્લામાં વાયુ વાવાજોડાની અસરથી વરસાદ થયો હતો અને ખેડૂતોએ પોતાની જમીનોમાં મગફળીનું વાવેતર કરી નાખ્યું હતું. પરંતુ, વાવાજોડું બાદ વરસાદ ન આવતા ખેડૂતોની ચીંતામાં વધારો થયો છે.
jnd
હજુ આઠ દસ દિવસ માંગરોળ માળીયા હાટીના પંથકમાં વરસાદ ન થાય તો ખેડૂતે કરેલ બિયારણનું વાવેતર નિષ્ફળ જવાની શકયતા સેવાઇ રહી છે.