ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagagh NDRF: પૂરમાં તણાયેલી મહિલાનો મૃતદેહ NDRFના હાથે લાગ્યો, બે દિવસથી હતી લાપતા - NDRF દ્વારા સર્ચ અભિયાન

ગઈકાલે જુનાગઢમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે ગિરનારના ભરડાવાવ વિસ્તારમાંથી એક મહિલા પૂરમાં તણાઈ ગઈ હતી. મહિલાની શોધખોળ માટે એનડીઆરએફની ટીમ દ્વારા આજે વહેલી સવારથી સર્ચ અભિયાન શરૂ કર્યું હતું. જેમાં મહિલાનો મૃતદેહ ખલિલપુર પાસેથી મળી આવ્યો છે.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 23, 2023, 5:03 PM IST

Updated : Jul 23, 2023, 6:11 PM IST

NDRF દ્વારા પૂરમાં તણાયેલી મહિલાની શોધખોળ

જુનાગઢ: ગઈ કાલે જુનાગઢમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો. ઠેર ઠેર પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવ્યા હતા તો અનેક ગામો પુરગ્રસ્ત બન્યા હતા. ત્યારે સમગ્ર ભાવનાથ વિસ્તાર પુરગ્રસ્ત બન્યું હતું. અચાનક આવેલા અતિ ભારે વરસાદને કારણે ભરડાવાવ વિસ્તારમાંથી એક 45 વર્ષની મહિલા વરસાદી પાણીમાં તણાઈ ગઈ હતી. તેનો કોઈ અતો-પત્તો નહીં લાગતા મહિલાને શોધવા માટે એનડીઆરએફની ટીમે આજે સર્ચ અભિયાન શરૂ કર્યું હતું

NDRF દ્વારા સર્ચ ઓપરેશન: ભરડાવાવ સ્થિત સોનરખ નદીમાં મહિલાની શોધખોળ માટે સવારથી જ એનડીઆરએફના જવાનો લાગી ચૂક્યા છે. પરંતુ હજુ સુધી ગુમ થયેલી મહિલાની કોઈ ભાળ મેળવવામાં સફળતા મળી નથી. 3 કિલોમીટર સુધીના સોનરખ નદીના પટમાં મહિલાની ભાળ મેળવવા માટે શોધખોળ હાથ ધરાઈ છે. પરંતુ હજુ સુધી પૂરના પાણીમાં તણાઈ ગયેલી મહિલાની કોઈ ભાળ મળી નથી.

ગઈ કાલે પુરમાં તણાઈ હતી મહિલા:ગઈ કાલે અચાનક ગિરનાર વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો. જેને કારણે નદીમાં ખૂબ મોટો પાણીનો પ્રવાહ આવ્યો હતો. આ સમયે ભરડાવાવ વિસ્તારમાં હાજર અને જૂનાગઢના ઉપરકોટ નજીક ફુલીયા હનુમાન વિસ્તારમાં રહેતી મહિલા અચાનક પુરના પાણીમાં તણાઈ ગઈ હતી. જેને લઈને એનડીઆરએફએ આજે સર્ચ અભિયાન શરૂ કર્યું છે.

હજુ સુધી મહિલાનો કોઈ પત્તો નહિ:વડોદરા સ્થિત એનડીઆરએફની ઇન્સ્પેક્ટર સુનિલ કુમારે ETV ભારત સાથે એક્સક્લુઝિવ વાત કરી હતી અને જણાવ્યું હતું કે મહિલા ગઈકાલે પૂરના પાણીમાં તણાઇ હતી. તેને શોધવા માટેની જવાબદારી NDRFને આપવામાં આવી છે. સોનરખ નદીના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં અમે સર્ચ અભિયાન હાથ ધર્યું છે, પરંતુ હજુ સુધી તેમાં સફળતા મળી નથી. મહિલાને શોધવા માટે NDRF વધુ કેટલાક પ્રયત્નો કરશે.

  1. Junagadh Rain: જૂનાગઢના રાયજીનગરમાં 24 કલાક બાદ પણ નથી ઓસર્યા પાણી, ભારે વરસાદને કારણે ઘેડ વિસ્તાર જળમગ્ન
  2. Train cancelled: જૂનાગઢમાં ભારે વરસાદને કારણે કેટલીક ટ્રેનોને અસર, જાણો કઈ ટ્રેન બંધ રહેશે
Last Updated : Jul 23, 2023, 6:11 PM IST

ABOUT THE AUTHOR

...view details