ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા માંગરોળના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થાળાંતર કરવામાં આવ્યા હતા. જે દરમિયાન પ્રધાન જવાહર ચાવડા તથા જિલ્લા પોલીસ વડા, કલેકટર તેમજ અનેક સામાજીક સંસ્થા તથા સેવાભાવી હિન્દુ તથા મુસ્લીમ ભાઈઓનું સેવા સંગઠનોએ કોમી એકતાનું પ્રતિક બતાવ્યું હતું.
જૂનાગઢઃ ‘વાયુ’થી અસરગ્રસ્ત વિસ્તારોની રેશમા પટેલે લીધી મુલાકાત - vayu
જૂનાગઢઃ માંગરોળના દરીયા કીનારાના 14 ગામોમાં હાઇ એલર્ટ જાહેર કરાયાં હતા. જેમાંથી 1800 લોકો જે દરીયાની નજીક રહેતા તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ તમામ ગામોની NCPના મહીલા વાઈસ પ્રેસિડેન્ટ રેશ્મા પટેલે મુલાકાત લીધી હતી.

અસરગ્રસ્ત વિસ્નાતારોની રેશમા પટેલે લીધી મુલાકાત
વાયુ વાવાઝોડાના પગલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે રેશમા પટેલ
માંગરોળ ખાતે NCPના મહીલા વાઈસ પ્રેસિડેન્ટ રેશમા પટેલ પણ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લેવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવતી સેવાઓને બિરદાવી હતી. તો આ સાથે જ રેશમા પટેલે પણ લોકોની મદદ કરી હતી.
Last Updated : Jun 15, 2019, 8:10 AM IST