ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢના માણાવદર ભાજપ શાસિત નગરપાલિકામાં કરવેરો વધારતા NCP એ કર્યો વિરોધ - કરવેરો

ભાજપ શાસિત માણાવદર નગરપાલિકા દ્વારા કોરોના જેવી મહામારી વચ્ચે નગરજનો ઉપર કરવેરામાં બમણાથી વધુ વધારો કરી જે આર્થિક ભારણ વધારવામાં આવ્યું છે, જેનો રાષ્ટ્રવાદી એનસીપી પાર્ટી દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે.

jungadh
junagadh

By

Published : Dec 16, 2020, 2:20 PM IST

  • જૂનાગઢમાં કરવેરો વધારવા પર એનસીપીએ કર્યો વિરોધ
  • આંદોલન કરવાની ચિમકી સાથે નગરપાલિકા ચીફને આપ્યું આવેદનપત્ર
  • રેશમાં પટેલ સહીતના નેતાઓ પહોંચ્યા હતા નગરપાલિકા



જૂનાગઢઃ ભાજપ શાસિત માણાવદર નગરપાલિકા દ્વારા કોરોના જેવી મહામારી વચ્ચે નગરજનો ઉપર કરવેરામાં બમણાથી વધુ વધારો કરી જે આર્થિક ભારણ વધારવામાં આવ્યું છે, જેનો રાષ્ટ્રવાદી એનસીપી પાર્ટી દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે NCP હોદ્દેદાર રેશ્મા પટેલ, રણમલભાઇ સુસોડીયા, સંદીપ દિબારિયા અને ભૌમિક પારેખ સહીતના હોદ્દેદારોએ માણાવદર નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પાઠવી ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

કરવેરો વધવા પર એનસીપીએ કર્યો વિરોધ

એનસીપીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી શાસિત માણાવદર નગરપાલિકા દ્વારા કરવેરો વધારવાના ઠરાવ પાસ કરી પ્રજાની આર્થિક કમર તોડી રહ્યા છે. એવામાં અમો આપને વિનંતી કરીએ છીએ કે આવા પ્રજા હિતને નુકસાન કરતા ઠરાવને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને પ્રજાહિતમાં પહેલા જે કરવેરા હતા એ જ ચાલુ રાખવામાં આવે. પ્રજાહિતમાં તાત્કાલિક નિર્ણય કરવામાં આવે અને અમોને સંતોષકારક જવાબ આપવામાં આવે. પાર્ટીએ કહ્યું કે ઠરાવને રદ કરવામાં નહીં આવે અને કરવેરા મુળ જે હતા એ કરવામાં નહીં આવે તો અમે એનસીપી પાર્ટી દરેક કાર્યકર્તા અને હોદેદાર કોરોનાની મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ અને નીતિ નિયમોને પાલન કરી માણાવદર નગરપાલિકાના પટાંગણમાં તારીખ 21 ડિસેમ્બરથી ધારણા કરી લોકશાહી ઢબે ઉગ્ર વિરોધ કરીશું.

માણાવદર ભાજપ શાસિત નગરપાલિકામાં કરવેરો વધારતા NCP એ કર્યો વિરોધ
આંદોલન કરવાની ઉચ્ચારી ચિમકીરેશ્મા પટેલે જણાવ્યું કે, કોરોના જેવી મહામારીમાં પણ ભાજપ જનતાને લૂંટવાનું ચુકતા નથી, માણાવદર વિધાનસભાથી ભાજપમાંથી ચૂંટાઈને મંત્રી બનેલા જવાહર ચાવડા આજ માણાવદરની પ્રજા માટે મોઢામાં મગ ભરી ને માત્ર ભાજપના આકાઓની ગુલામી કરી રહ્યા છે. ત્યારે અમે એનસીપી પાર્ટી કરવેરા વધારાનો સખત વિરોધ કરીએ છીએ. જો ઠરાવ રદ કરવામાં નહી આવે તો આંદોલન પણ કરીશું.

ABOUT THE AUTHOR

...view details