ગુજરાત

gujarat

By

Published : Jul 23, 2019, 7:30 PM IST

ETV Bharat / state

જૂનાગઢ મનપા ચૂંટણીઃ વોર્ડ નંબર-8માં NCPએ આપી ભાજપને માત

જૂનાગઢઃ જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ભાજપના વિજય રથને રોકવામાં NCPને સફળતા મળી છે. વોર્ડ નં-8માં NCPના તમામ ઉમેદવારોએ ભાજપ અને કોંગ્રેસને માત આપી ચૂંટણી જંગમાં વિજયી બન્યા હતા.

જૂનાગઢ મનપામાં NCP પેનલનો થયો વિજય

જૂનાગઢ મનપાની ચૂંટણીની મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપનો પ્રચંડ વિજય થયો હતો. પરંતુ ભાજપને આટલી મોટી સફળતા NCPએ ક્યાંક રોકી હોય તેવુ લાગી રહ્યું છે. વોર્ડ નં-8ના એનસીપીના તમામ 4 ઉમેદવારોએ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોને હાર આપીને ચૂંટણી જંગમાં વિજય બન્યા હતા. જૂનાગઢ મનપાના 15 વોર્ડ પૈકી વોર્ડ નં 8માં ભાજપ ,કોંગ્રેસ અને NCPના ઉમેદવારો વચ્ચે રસાકસી હતી. પરંતુ વોર્ડ નં 8 ના તમામ વર્તમાન કોર્પોરેટરોના કામને પ્રાધાન્ય આપીને આ વિસ્તારના લોકોએ ફરી વખત તેમને પસંદ કર્યા હતા.

જૂનાગઢ મનપામાં NCP પેનલનો થયો વિજય
જ્યારે ટિકિટની ફાળવણી થઈ રહી હતી ત્યારે કોંગ્રેસમાં ખૂબ મોટો જૂથવાદ જોવા મળ્યો હતો. આ કારણે કોંગ્રેસના જ કોર્પોરેટરો અદ્રેમાન પંજા, વિજય વોરા, શેનીલાબેન થઈમ,અને જેબુનનીશા કાદરી કોંગ્રેસ છોડી અને NCPમાં જોડાયા હતા. એનસીપીએ આ તમામ વર્તમાન કોર્પોરેટરોને ટીકીટની ફાળવણી કરી હતી. વોર્ડ નં 8 માં ભાજપ કોંગ્રેસ અને NCPના ઉમેદવારો વચ્ચે ખૂબ કાંટાની અને નજીકની કહી શકાય તેવી રાજકીય જંગ હતી. પરંતુ તેમાં NCPને વિજય મળ્યો હતો. NCPનો આજનો આ વિજય વધુ મહત્વનો એટલા માટે છે કે, ભાજપના વિજય રથને રોકવામાં કોંગ્રેસ મેદાનમાં જ જોવા મળી ન હતી. પરંતુ NCPએ એક આખા વોર્ડમાં વિજય પ્રાપ્ત કરીને ભાજપના વિજય રથને રોકવામાં સફળતા મેળવી છે.

ABOUT THE AUTHOR

...view details