ગુજરાત

gujarat

ETV Bharat / state

Vagheshwari Mata: નગરદેવી તરીકે પૂજાતા વાઘેશ્વરી માતામાં જૂનાગઢના નવાબ પણ ધરાવતા હતા અનન્ય શ્રદ્ધા

જૂનાગઢમાં ગિરનારની તળેટી સ્થિત અને આજથી 800 વર્ષ કરતાં પણ પૂર્વે સ્વયં પ્રાગટ્ય થયેલા વાઘેશ્વરી માતાજી ના દર્શન નવરાત્રીના દિવસોમાં માઇ ભક્તો કરી રહ્યા છે વાઘેશ્વરી માતાને જૂનાગઢ ના નગરદેવી તરીકે પણ પૂજવામાં આવી રહ્યા છે નવાબના સમયમાં તેમના દ્વારા મુગટ અને છત્તર પણ માતાજીને અર્પણ કરાયું હતું. જેને કારણે પણ વાઘેશ્વરી માતાજી સર્વ ધર્મ સમભાવના પ્રતીક તરીકે પણ જૂનાગઢમાં પૂજાય રહ્યા છે

જૂનાગઢ ના નગરદેવી તરીકે પૂજાતા વાઘેશ્વરી માતામાં જૂનાગઢ ના નવાબ પણ ધરાવતા હતા અનન્ય શ્રદ્ધા
જૂનાગઢ ના નગરદેવી તરીકે પૂજાતા વાઘેશ્વરી માતામાં જૂનાગઢ ના નવાબ પણ ધરાવતા હતા અનન્ય શ્રદ્ધા

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2023, 4:12 PM IST

જૂનાગઢ ના નગરદેવી તરીકે પૂજાતા વાઘેશ્વરી માતામાં જૂનાગઢ ના નવાબ પણ ધરાવતા હતા અનન્ય શ્રદ્ધા

જૂનાગઢ:નવરાત્રી ચાલી રહી છે. આવા સમયે જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં સ્વયં પ્રાગટ્ય થયેલા માં વાઘેશ્વરી માઈ ભક્તો અનન્ય શ્રદ્ધા ધરાવી રહ્યા છે. જેને કારણે વાઘેશ્વરી માતાજીને જૂનાગઢના નગરદેવી તરીકે પણ પૂજવામાં આવે છે વાઘેશ્વરી માતાનું મંદિર આજથી 800 વર્ષ પૂર્વે સ્વયં પ્રગટ થયું હોવાની પણ ધાર્મિક લોક વાયકા છે. માતાજીના તળેટી પર પ્રાગટ્ય થવાને લઈને તેમની સાથે ધાર્મિક પરંપરા જોડાયેલી છે. ગિરનાર પર્વત પર માં વાઘેશ્વરી નું સ્થાનક હતુ.

જૂનાગઢ ના નગરદેવી તરીકે પૂજાતા વાઘેશ્વરી માતામાં જુનાગઢ ના નવાબ પણ ધરાવતા હતા અનન્ય શ્રદ્ધા

મનોકામના પૂર્ણ: પરંતુ તેમના ભક્તની અનન્ય ભક્તિને લઈને માતાજી પ્રગટ થયા અને ભક્તની ઈચ્છા અનુસાર માતાજી તળેટીમાં તેમના ઘરે પ્રસ્થાન કરે તેવી વિનંતીને લઈને માતાજી પર્વત પરથી નીચે પધાર્યા હતા. પરંતુ માતાજીએ આપેલું વચન માઈ ભક્ત દ્વારા પૂર્ણ ન થતા જે જગ્યા પર આજે વાઘેશ્વરી માતાનું મંદિર છે. ત્યાં માતાજી સ્થિર થયા અને આજથી 800 વર્ષ પૂર્વે અહીં જ જૂનાગઢના નગરદેવી તરીકે વાઘેશ્વરી માતાજી માઇ ભક્તોને તમામ મનોકામના પૂર્ણ કરે છે.

નવા પણ ધરાવતા હતા અનન્ય શ્રદ્ધા: જૂનાગઢના નવાબી શાસન દરમિયાન જૂનાગઢના અંતિમ નવાબ પણ વાઘેશ્વરી માતામાં ખૂબ જ ધાર્મિક શ્રદ્ધા ધરાવતા હતા નવાબ દ્વારા જે તે સમયે મંદિરમાં આર્થિક અનુદાન આપવાની સાથે માતાજી પર મુગટ અને છત્તરને પણ તેમના દ્વારા અર્પણ કરવામાં આવ્યું છે. આ આભૂષણ આજે પણ વાઘેશ્વરી માતાના મંદિરમાં જોવા મળે છે. નવરાત્રીના દિવસો દરમિયાન નવાબ માતાજીના દર્શન કરવા માટે તેમના પરિવાર સાથે આવતા હોવાની પણ લોક વાયકા આજે જોવા મળે છે. તો બીજી તરફ જુનાગઢના સોલંકી અને રામ નવઘણ વંશના શાસન દરમિયાન પણ તેમનો પરિવાર માતા વાઘેશ્વરીના દર્શન કરવા માટે અચૂક પણે આવતો હતો.

જૂનાગઢ ના નગરદેવી તરીકે પૂજાતા વાઘેશ્વરી માતામાં જુનાગઢ ના નવાબ પણ ધરાવતા હતા અનન્ય શ્રદ્ધા

શારદીય નવરાત્રીમાં ધાર્મિક આયોજન: શારદીયા નવરાત્રીમાં વાઘેશ્વરી માતાના મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન થઈ રહ્યું છે. માતાજીને દરરોજ નવા શણગારની સાથે આભૂષણોથી ઔલોકિક શણગાર કરવામાં આવે છે. નવ દિવસ દરમિયાન ત્રણ આરતી અને સનાતન ધર્મની સાથે જોડાયેલા ચંડીપાઠ અને અન્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે. જેના દર્શન અને પૂજનનો લાભ લઈને માઇ ભક્તો નવરાત્રી દરમિયાનમાં વાઘેશ્વરીના આશીર્વાદ તેમના પરિવાર પર સદાય જળવાઈ રહે તેવી મનોકામના કરતા હોય છે.

  1. Navratri 2023: આબુના જગન્નાથગીરીજીનું જૂનાગઢમાં નવરાત્રિ દરમિયાન અનોખું અનુષ્ઠાન, શરીરે ઉગાડશે જવારા
  2. Junagadh News: જૂનાગઢ શહેર અત્યાર સુધી ડેન્ગ્યુના ડંખથી મુક્ત, ડેન્ગ્યુનો એક પણ કેસ નોંધાયો નથી

ABOUT THE AUTHOR

...view details