ગુજરાત

gujarat

ETV Bharat / state

Navkarshi Sangh Jaman: જૂનાગઢમાં નવકારશી સંઘ જમણનું આયોજન, જાણો જૈન સમાજમાં તેનું ધાર્મિક મહત્વ - Navkarshi Sangh Jaman

જૂનાગઢ નજીક કાથરોટા ગામના ચંદુભાઈ કોઠારીના પરિવારજનો દ્વારા આજે નવકારશી સંઘ જમણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૈન સમાજના ચાર ફીરકાઓ સામેલ થયા હતા. નવકારશી સંઘ જમણને જૈન ધર્મમાં ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. આજના દિવસે ભાવિના ભગવાન સાથે બેસીને ભોજન લેવાનું પરમ તત્વ પ્રાપ્ત થાય તે માટે પણ આજનું આ વિશેષ આયોજન કરાયું હતું

f
d

By

Published : Aug 13, 2023, 7:39 PM IST

જૈન સમાજમાં નવકારશી સંઘ જમણનું મહત્વ

જૂનાગઢ: જૈન સમાજમાં નવકારશી સંઘ જમણનું ખૂબ જ ધાર્મિક મહત્વ માનવામાં આવ્યું છે. નવકાર મંત્ર બોલનારા નહીં પરંતુ ગણનારા ચારેય ફિરકાના લોકોને સંઘ જમણમાં સહ પરિવાર આમંત્રિત કરાય છે. જેમાં નાના મોટા સૌ સાથે બેસીને ભોજન ગ્રહણ કરે છે. ત્યારે કાથરોટા ગામના ચંદુભાઈ કોઠારીના પરિવાર દ્વારા નવકારશી સંઘ જમણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૈન સમાજના ચારેય ફિરકાઓ સ્થાનકવાસી, મૂર્તિપૂજક, દિગંબર અને લોકાગજ સામેલ થયા હતા.

નવકારશી સંઘ જમણ

જૈન સમાજમાં તેનું ધાર્મિક મહત્વ:જૈન સમાજના પ્રમુખ હિતેશ સંઘવીએ ઈ ટીવી ભારત સાથે વાતચીત કરતા જૈન સમાજ દ્વારા આયોજિત થતા નવકારશી સંઘ જમણને શા માટે મહત્વનું માનવામાં આવે છે. તેને લઈને તેમનો પ્રતિભાવ આપ્યો હતો અને જણાવ્યું હતું કે સાથે બેઠેલો કોઈ પણ વ્યક્તિ ભાવિનો ભગવાન હોઈ શકે છે. જેથી તેમની સાથે ભોજન ગ્રહણ કરવાથી ભાવિના ભગવાન સાથે ભોજન ગ્રહણ કરવાનું સુખ પ્રાપ્ત થાય છે. તે માટે નવકારશી સંઘ જમણનું આયોજન જૈન સમાજ દ્વારા કરવામાં આવતું હોય છે.

નવકારશી સંઘ જમણનું આયોજન

ભાવિના ભગવાન સાથે જમવાનો લાભ:જૈન ધર્મમાં આજે પણ નવકારશી સંઘ જમણનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે. ચંદુભાઈ કોઠારીના પરિવાર દ્વારા આત્માને પરમ તત્વની શાંતિ મળે તે માટે જૈન સમાજના ચારેય ફિરકાઓ માટે નવકારસી સંઘ જમણનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો હાજર રહ્યા હતા. જૈન સમાજમાં જોવા મળતી પરંપરા મુજબ ભાવિના ભગવાન સાથે જમવાનો લાભ મળે પરમ તત્વનું સુખ પ્રાપ્ત થાય છે.

  1. Weekly Horoscope : જાણો સાપ્તાહિક રાશિફળ, કેવું રહેશે આપનું સપ્તાહ
  2. Ekadashi Vrat Precaution: આ રીતે કરો પરમ એકાદશીની પૂજા, ભૂલથી પણ આ કામ ન કરવું

ABOUT THE AUTHOR

...view details