મુશ્કેલ અંગ્રેજી વર્ણમાળાને ટક્કર આપશે દેશી કિગ્લિશ વર્ણમાળા જૂનાગઢ:સરકારી માધ્યમિક શાળામાં ફરજ બજાવીને નિવૃત્ત થયેલા અંગ્રેજીના શિક્ષક ડોક્ટર પ્રવીણ કોરાટે જેવી રીતે લાહી તેવી રીતે જ વંચાઈ તેવું અંગ્રેજી ભાષાની નવી વર્ણમાળા તૈયાર કરી છે. આ વર્ણમાળાનું નામ કિંગલિશ નામ રાખવામાં આવ્યું છે. પ્રવીણ કોરાટનો દાવો છે કે આવનારા સમયમાં તેઓ ડીક્ષનરી તૈયાર કરશે જેથી સામાન્ય લોકો અને બાળકોને અંગ્રેજી શીખવું સરળ બને.
પેટર્ન વિભાગ દ્વારા મંજૂરીની મહોર:તમામ લોકોને નવી કિંગલિશ વર્ણમાળાથી અંગ્રેજીની જટિલતાને દૂર કરીને ખૂબ જ સરળતાથી અંગ્રેજી ભાષાને લખી વાંચી અને બોલી શકશે તે પ્રકારનો પ્રયાસ કર્યો છે. જેને ભારત સરકારના પેટર્ન વિભાગ દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે. જૂનાગઢના શિક્ષક દ્વારા કરાયેલી કિંગલિશ વર્ણમાળાની શોધ આગામી દિવસોમાં લોકો સુધી પહોંચે તે માટેના પ્રયાસો ડોક્ટર પ્રવીણ કોરાટ કરવા જઈ રહ્યા છે.
'જે રીતે ઇંગ્લિશ લખાય તે રીતે બોલાય અથવા તો જે રીતે અંગ્રેજી બોલાય તે રીતે લખાય તે માટેની વ્યવસ્થા તેમણે ઊભી કરી છે. વર્તમાન સમયમાં મોટાભાગના દેશોના લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ અંગ્રેજી સ્પેલિંગના ઉચ્ચારણ અને તેને યાદ રાખવાને લઈને ખૂબ મુશ્કેલી અનુભવતા હતા. જેમાં અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓની સ્પેલિંગ યાદ રાખવાની સમસ્યા અને અંગ્રેજી વર્ણમાળામાં જે લખાય છે તે મુજબ ઉચ્ચારણ થતું નથી તેને દૂર કરવા માટેનો તેમના દ્વારા આ પ્રયાસ કરાયો છે .આગામી દિવસોમાં કિગ્લીશ ડીક્ષનરીના રૂપમાં પણ તેઓ પ્રસિદ્ધ કરવા જઈ રહ્યા છે જેનું કામ પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે.' -પ્રવીણ કોરાટ, વર્ણમાળા તૈયાર કરનાર
ગામડાની વિદ્યાર્થીઓને ધ્યાને રાખીને તૈયાર કરી વર્ણમાળા:ડોક્ટર પ્રવીણ કોરાટ હાઈસ્કૂલમાં અભ્યાસ કરાવતા હતા ત્યારે ખાસ કરીને ગામડાની વિદ્યાર્થીનીઓને અંગ્રેજી લખતા બોલતા અને વાંચવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. જેની પાછળનું કારણ જે પ્રકારે અંગ્રેજી લખાય છે તે પ્રકારે બોલાતું નથી અથવા તો જે પ્રકારે બોલાય છે તે પ્રકારે લખાતું નથી. આ સમસ્યાનું નિરાકરણ કઈ રીતે આવે તેને લઈને પ્રવીણ કોરાટ સતત અધ્યયન કરતા હતા. જે રીતે અંગ્રેજી બોલાય તે મુજબ લખાય અથવા તો લખાય તે મુજબ બોલાય આ પ્રકારની નવી વર્ણમાળા બનાવવાની શરૂઆત કરવામાં આવી જેમાં 10 વર્ષના મહેનત પછી નવી કિગ્લીશ વર્ણમાળા તૈયાર કરી હતી.
- Innovation in mp: 12 વર્ષની વિદ્યાર્થીનીએ તૈયાર કર્યુ પરીક્ષાની નકલો ચેક કરવાનું ઉપકરણ
- Covid Virus: BHUના વૈજ્ઞાનિકોને કોવિડ વાયરસના પરીક્ષણ માટે જર્મન પેટન્ટ મળી