જૂનાગઢ : રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ દ્વારા રાજકોટથી સોમનાથ સુધીના ચાર લાઈનના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નવનિર્માણ કામ ચાલી રહ્યું છે. જે થોડા સમયમાં પૂર્ણાંતા તરફ આગળ વધશે. રાષ્ટ્રીય રાજમાર્ગ ઓથોરિટીનું ગંભીર અજ્ઞાન પ્રદર્શિત થયું છે. ધોરીમાર્ગ પરથી જે તે શહેર કે વિસ્તારનું અંતર કેટલું દૂર છે તેની માહિતી મળી રહે તે માટે લેન્ડમાર્ક નિશાની અને બેનરો લગાવવામાં આવતા હોય છે. જેમાં ગંભીર અજ્ઞાનતાનું પ્રદર્શન થયું હોય તે પ્રકારે સામે આવ્યું છે. જે સોમનાથ અને દીવ તરફ જતા પ્રવાસીઓને ખોટી માહિતી પણ આપી રહ્યું છે.
Junagadh News : રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણની ગંભીર ભૂલ, વંથલી મૂળ જગ્યાથી 44 કિલોમીટર દૂર દર્શાવ્યું - ચાર લેનના માર્ગનું નવીનીકરણ
રાજકોટ સોમનાથ માર્ગ પર રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ દ્વારા ચાર લેનના માર્ગનું નવીનીકરણ કામ શરૂ થયું છે. જેમાં ખૂબ જ ગંભીર ભૂલ સામે આવી છે. જે જગ્યા પરથી વંથલી બે કિલોમીટર દૂર છે ત્યાં 46 કિલોમીટરનું લેન્ડમાર્ક બોર્ડ લગાવીને અજ્ઞાનનું પ્રદર્શન કર્યું છે.
જે જગ્યા પર રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ એજન્સી દ્વારા વંથલી શહેરના અંતરનું લેન્ડમાર્ક બોર્ડ લગાવ્યું છે તેને પ્રાધિકરણની ગંભીર અજ્ઞાનતાનું આજે પણ પ્રદર્શન કરે છે. આ પ્રકારની ગંભીર અજ્ઞાનતા ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યો અને વિદેશના પ્રવાસીઓને ખોટી માહિતી પૂરી પાડે છે તેમ છતાં આ બોર્ડ આજે પણ ત્યાં હયાત જોવા મળે છે...રમેશભાઈ પટેલ(રાજકોટ સોમનાથ માર્ગ પર ખેતીની જમીન ધરાવનાર)
લેન્ડમાર્કમાં 44 કિમીનો વધારો : રાષ્ટ્રીય માર્ગ પ્રાધિકરણ એજન્સી દ્વારા લગાવવામાં આવેલા લેન્ડમાર્ક બોર્ડમાં ખૂબ ગંભીર પ્રકારની ક્ષતિઓ જોવા મળી છે. જે જગ્યા પરથી વંથલી બસ સ્ટેશન માત્ર બે કિલોમીટરની દૂરી પર છે તે જગ્યા પર વંથલી શહેરને 46 કિલોમીટર દૂર દર્શાવવામાં આવ્યું છે. માત્ર બે કિલોમીટરનું અંતર જેમાં 44 કિલોમીટરનો વધારો કરીને રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ એજન્સી દ્વારા વંથલીને 46 કિલોમીટર દૂર દર્શાવવી આપ્યું. જે દીવ અને સોમનાથ તરફ જતા અન્ય રાજ્યના પ્રવાસીઓ માટે ખૂબ ખોટી માહિતી પ્રદર્શિત કરાઇ રહી છે. હાલ આ લેન્ડમાર્ક બોર્ડ અત્યારે પણ માર્ગ પર હયાત જોવા મળે છે જે પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો પણ કરી શકે છે.