સમગ્ર દેશમાં ગાંધી જયંતિ 150માં વર્ષની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગ રૂપે દીવ બાલ ભવન, બોર્ડ દીવ તેમજ વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર ઉદયપુરના સંયુક્ત ઉપક્રમે દીવના બંદર ચોકના પ્રાંગણમાં નેશનલ પેઇન્ટિંગ એક્સીબિશનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ખાસ ચિત્ર પ્રદર્શનનું ઉદઘાટન દીવ જિલ્લા કલેક્ટર હેમંત કુમારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
દીવમાં રાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શન યોજાયુ - ગાંધી જયંતિ
દીવઃ શહેરમાં બાલભવન બોર્ડ દીવ અને વેસ્ટ કલ્ચર સેન્ટરના સહયોગથી રાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રપિતા ગાંધીજીના જીવન સંદેશ સાથેના આકર્ષક ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા.

diu
દીવમાં રાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શન યોજાયુ
પ્રદર્શનમાં દેશના વિવિધ રાજ્યોના ચિત્રકારો દ્વારા મહાત્મા ગાંધીજીના જીવન સંદેશ સાથેના ખાસ 20 જેટલા કેનવાસ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા હતા. આ ચિત્ર પ્રદર્શન નિહાળવા માટે દીવના લોકોની સાથે પર્યટકોએ પણ પ્રદર્શનીની ખાસ મુલાકાત લીધી હતી. આ ચિત્ર પ્રદર્શનીમાં દીવના લોકોની સાથે પર્યટકોએ પણ મુલાકાત લીધી હતી.
Last Updated : Jul 25, 2019, 4:28 AM IST