ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં નરસિંહ મહેતાની 564મી હારમાળા જયંતિની ઉજવણી કરાઇ

જૂનાગઢ: મંગળવારના રોજ જૂનાગઢના હાટકેશ્વર શિવાલય ખાતે આદ્ય કવિ નરસિંહ મહેતાની 546મી હારમાળા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નરસિંહ મહેતાના વંશજ ડોક્ટર જવાહર બક્ષીએ નરસિંહ મહેતાના પદોનું ગાન કરીને નરસિંહ ભક્તોને ભક્તિરસથી તરબોળ કર્યા હતા.

જૂનાગઢમાં નરસિંહ મહેતાની 564મી હારમાળા જયંતિની ઉજવણી કરવામાં આવી
જૂનાગઢમાં નરસિંહ મહેતાની 564મી હારમાળા જયંતિની ઉજવણી કરવામાં આવી

By

Published : Dec 3, 2019, 11:54 PM IST

મંગળવારના રોજ આદ્યકવિ નરસિંહ મહેતાની ૫૬૪મી હારમાળા જયંતીની ઉજવણી જૂનાગઢના હાટકેશ્વર શિવાલય ખાતે કરવામાં આપી હતી. જેમાં નરસિંહ મહેતાના વંશજ ડો. જવાહર બક્ષી વિશેષ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મુંબઈથી હાજર રહેલા ડોક્ટર બક્ષીએ નરસિંહ મહેતાના પદોનું ગાન કરીને નરસિંહ ભક્તોને નરસિંહના રસથી તરબોળ કરી દીધા હતા. દર વર્ષે યોજાતા કાર્યક્રમને લઇને નરસિંહ ભક્તો આખું વર્ષ રાહ જોતા હોય છે. આજના દિવસે નરસિંહની રચના અને તેના પદોનો રસાસ્વાદ માણવાની તક મળે છે.

જૂનાગઢમાં નરસિંહ મહેતાની 564મી હારમાળા જયંતિની ઉજવણી કરવામાં આવી
જૂનાગઢના રાજા "રા" માંડલી કે 1455માં નરસિંહ મહેતા ભક્તિનો ડોળ કરે છે અને લોકોને તેના ડોળમાં સામેલ કરે છે, તેવા આરોપ સાથે નરસિંહ મહેતાને કારાગારમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જ્યાં નરસિંહ મહેતાને આદેશ આપવામાં આવ્યો હતો કે જો તું સાચો ભગવાનનો ભક્ત હોય ભગવાનને આ કારાગારમાં બોલાવી આપ ત્યારે નરસિંહ મહેતાએ ભગવાન કૃષ્ણની સ્તુતિઓ કરવાનું શરૂ કરતા થોડા સમય બાદ ભગવાન કૃષ્ણ કારાગારમાં પ્રગટ થયા અને નરસિંહ મહેતા પર પુષ્પોનો વરસાદ કર્યો ત્યારે જૂનાગઢના રાજા "રા" માંડલીક પણ નરસિંહની ભક્તિથી અભિભૂત થઇને નરસિંહ મહેતાની માફી માંગી તેને કારાગારમાંથી મુક્ત કર્યા હતા. માગશર સુદ સાતમની તિથિ હતી. જેને લઇને દર વર્ષે માગસર વદ સાતમના દિવસે નરસિંહ મહેતાને ભગવાન કૃષ્ણએ આપેલા સાક્ષાત્કારને લઈને નરસિંહ મહેતા હારમાળા જયંતિની ઉજવણી કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details