જૂનાગઢ:સમગ્ર દેશમાં હિંદુ સમુદાય સમગ્ર વર્ષ દરમિયાન અનેક પ્રસંગો ઉજવે છે. નરસિંહ જયંતિ તે પ્રસંગોમાંથી એક છે જે સમગ્ર દેશમાં ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.આજે વૈશાખ સુદ ચૌદશ એટલે કે ભગવાન શ્રીહરિ વિષ્ણુના અવતાર નૃસિંહ જયંતી મનાવવામાં આવી રહી છે. સમગ્ર સૃષ્ટિમાં વિષ્ણુના 10 અવતાર ધારણ કરીને અનિષ્ટ અને રાક્ષસી તત્વોનો નાશ કરવા માટે અવતાર ધારણ કર્યા હતા.
અવતાર લીધો હતોઃ હિરણ્યકશિપુના પુત્ર અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત એવા પ્રહલાદનું રક્ષણ થાય અને સમગ્ર સૃષ્ટિ પર આસ્થાનું સર્જન થાય તે માટે આજના દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુએ નર અને સિંહના રૂપમાં સૃષ્ટિ પરનૃસિંહ અવતાર ધારણ કર્યો હતો. ત્યારથી આજના દિવસે તેમની જન્મ જયંતી મનાવવામાં આવી રહી છે. નૃસિંહ પ્રાગટ્ય દિવસ સાથે પણ કથા જોડાયેલી છે. આજના દિવસે સ્તંભ માંથી હિરણ્યકશ્યપના પુત્ર પ્રહલાદનું રક્ષણ થાય અને સમગ્ર જગતમાં આસ્થાનું સંવર્ધન થાય તે માટે ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતારરૂપે પૃથ્વી પર અવતરણ કરીને રાક્ષસી તત્વોનો નાશ કર્યો હતો.
આ પણ વાંચો JUNAGADH NEWS : જૂનાગઢની માંગરોળ સબ જેલમાંથી કેદીઓ પાસેથી મળી આવી પ્રતિબંધિત વસ્તુઓ
હિરણ્યાક્ષનો વધ કર્યો: ઋષિ કશ્યપ અને દિતીના બે પુત્રો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુના સમગ્ર પૃથ્વી જગત પર ખૂબ જ ઉત્પાત જોવા મળતો હતો. હિરણ્યાક્ષ ના ઉત્પાતને દુર કરવા માટે ભગવાન વિષ્ણુએ વરાહ સ્વરૂપ ધારણ કરીને હિરણ્યાક્ષનો વધ કર્યો હતો. ભાઈનો વધ થતા હિરણ્યકશિપુ ખુબ કોપાયમાન થયો અને આકરી તપશ્ચર્યા કરીને બ્રહ્માજીને પ્રસન્ન કરી તેમની પાસેથી અજય રહેવાનું વરદાન પ્રાપ્ત કર્યું. અજય વરદાન પ્રાપ્ત કર્યા બાદ હિરણ્યકશિપુ સમગ્ર સૃષ્ટિ પર ત્રાસ વધવા લાગ્યો આ સમય દરમ્યાન તેમના ઘરે પુત્રનું અવતરણ થયું અને તેનું નામ પ્રહલાદ રાખવામાં આવ્યું.
વિષ્ણુંભક્ત પ્રહલાદની વાતઃ પ્રહલાદ જન્મથી રાક્ષસ કુળનો હોવા છતાં પણ તે વિષ્ણુનો પરમ ભક્ત હતો અને તેમાં રાક્ષસ કુળના એક પણ લક્ષણો જોવા મળતા ન હતા. તે જોઈને હિરણ્યકશિપુ કોપાયમાન થાય છે અને તેને બહેન હોલીકા સાથે પ્રહલાદ ને આગમાં ભસ્મીભૂત કરવાનુ પ્રપંચ રચે છે. જેમાં હિરણ્યકશિપુ અસફળ રહે છે અને પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુ નૃસિંહ અવતાર ધારણ કરીને ભક્ત પ્રહલાદ ને બચાવ્યો હતો.
પ્રહલાદ વચ્ચે સંઘર્ષના બનાવો:વધ્યાહિરણ્યકશિપુ રાક્ષસી આચરણ ધરાવતો હતો. પરંતુ તેમનો પુત્ર પ્રહલાદ ધાર્મિક આચરણ અને ધર્મ તેમજ પૂજાવિધિમાં માનતો હતો. જેને કારણે હિરણ્યકશિપુ અને પ્રહલાદ વચ્ચે સંઘર્ષના અનેક બનાવો બનવા પામતા હતા. હિરણ્યકશિપુએ પ્રહલાદની ભક્તિ ને લઈને ખુબ ખુબ કોપાયમાન જોવા મળતો હતો. પ્રહલાદનું ધ્યાન ભક્તિ થી દુર થાય તેને લઈને તેણે અનેક રાક્ષસી વૃત્તિ અને પ્રવૃત્તિ કરી હતી. તેમ છતાં પ્રહલાદનું ધ્યાન ભગવાન શ્રીહરિ વિષ્ણુની ભક્તિ થી દૂર ન થતાં હિરણ્યકશિપુ ખૂબ કોપાયમાન થાય છે. પોતાના પુત્રના વધ કરવા સુધીનો રાક્ષસી વિચાર કરીને તેને પૂર્ણ કરવા સુધી આગળ વધી જાય છે.
વિષ્ણુનું પ્રાગટ્ય સ્તંભમાથી:ધાર્મિક માન્યતાહિરણ્યકશિપુએ પ્રહલાદની કસોટી કરતા તેને પૂછ્યું હતું કે દરેક જગ્યા પર શ્રી હરિ વિષ્ણુનો વાસ છે. જ્યારે પ્રહલાદે એના જવાબમાં હા કહ્યું હતું અત્ર તત્ર અને સર્વત્ર શ્રીહરિ વિષ્ણુનો વાસ છે. તેનાથી કોપાયમાન થઈને હિરણ્યકશિપુએ સ્તંભ પર પ્રહાર કરતા તેમાંથી ભગવાન શ્રીહરિ વિષ્ણુ નૃસિંહ રુપે પ્રગટ થયા જેમાં અને મસ્તક સિહનું અને અન્ય શરીર માનવનું જોવા મળ્યું. કોપાયમાન બનેલા શ્રીહરિ વિષ્ણુએ હિરણ્યકશિપુને તેના ખોળામાં ઊંચકીને ઘરના ઉંબર સુધી લઈ ગયા હતા.
પરંતુ આ સમયે હિરણ્યકશિપુને બ્રહ્માજી દ્વારા મળેલા વરદાન મુજબ તેમનો વધ જળ, જમીન અને આકાશ એમ ત્રણેય તત્વોમાં ન થઈ શકે. હું ઘરની અંદર અને બહાર પણ ન મરું હું દિવસે પણ ન મરુ. રાત્રે પણ મારુ મોત ના થઈ શકે. કોઈ દેવ દૈત્ય કે મનુષ્ય કે પશુ પણ મારો વધ ન કરી શકે. કોઈ શસ્ત્ર મને મારી નહીં શકે. આવું વરદાન પ્રાપ્ત કરેલા રાક્ષસના વધ માટે ભગવાન હરિકૃષ્ણ વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કર્યો હતો.
આ પણ વાંચો Junagadh News : જૂનાગઢમાં પ્રાણીઓ માટે વનમાં 450 પાણીના કુંડ ભરવાનું આયોજન
હાથમાં કોઈ શસ્ત્ર નથી:હરિ વિષ્ણુ બ્રહ્માજીના વરદાન મુજબ હિરણ્યકશ્યપનો કર્યો વિરોધવધ કરતા પૂર્વે શ્રીહરિ વિષ્ણુએ હિરણ્યકશ્યપને કહ્યું હતું કે, તું અત્યારે ભૂમિ જળ કે આકાશમાં નથી. તું મારી જાઘ પર છે. તુ ઘરની અંદર અને બહાર નહીં. પરંતુ ઘરના ઉંબરા પર છે. અત્યારે દિવસ પણ નથી અને રાત પણ નથી. અત્યારે સંધ્યાકાળનો સમય છે. હું સંપૂર્ણ મનુષ્ય નથી કે પશુ નથી. હું દેવ કે દૈત્ય નથી. મારા હાથમાં કોઈ શસ્ત્ર પણ નથી. આટલું કહીને ભગવાન શ્રીહરિ વિષ્ણુએ નૃસિંહ અવતારમાં પોતાના નખ વડે હિરણ્યકશ્યપની છાતી ચીરીને તેનો વધ કર્યો હતો. હિરણ્યકશ્યપનો વધ કર્યા પછી પણ ભગવાન શ્રીહરિવિષ્ણુ નો ક્રોધ શાંત ન થયો. પ્રહલાદે ભગવાનની નજીક જઈને તેમની સ્તુતિ કરી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુનો ક્રોધ શાંત થયો હતો.