ગુજરાત

gujarat

ETV Bharat / state

આજે કવિ અને ભગવાન કૃષ્ણના ભક્ત નરસિંહ મહેતાની જૂનાગઢમાં 612મી જન્મ જયંતી ઉજવાઇ - Narasiha

આજે છે નરસિંહ મહેતાની 612મી જન્મ જયંતી. લોકડાઉનની વચ્ચે જૂનાગઢમાં સાદાઈથી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જૂનાગઢમાં આવેલા નરસિંહ મહેતા ચોરામાં ગુરુવારે પુજારી દ્વારા આરતી કરીને મહેતાજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ભક્ત નરસિંહ મહેતાની જૂનાગઢમાં 612મી જન્મ જયંતી ઉજવાઇ
ભક્ત નરસિંહ મહેતાની જૂનાગઢમાં 612મી જન્મ જયંતી ઉજવાઇ

By

Published : May 7, 2020, 4:46 PM IST

જૂનાગઢ : આદ્ય કવિ અને ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત એવા નરસિંહ મહેતાની આજે 612મી જન્મ જયંતી છે, પરંતુ કોરોના વાઇરસની વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે જૂનાગઢમાં આવેલા નરસિંહ મહેતાના ચોરામા બિલકુલ સાદાઈથી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચોરાના પૂજારીની સાથે પ્રમુખ પણ જોડાયા હતા અને મહેતાજીની આરતી કરીને જયંતિની સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી.

ભક્ત નરસિંહ મહેતાની જૂનાગઢમાં 612મી જન્મ જયંતી ઉજવાઇ
નરસી મહેતાનો જન્મ ઇ.સ 1409માં બુદ્ધ પૂર્ણિમાના પાવન પ્રસંગે ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. પ્રભુ ભક્તિમાં ઓતપ્રોત રહેતા મહેતાજીને ભાભીના કડવા વહેણને લઈને તળાજા છોડવા માટે મજબૂર બનવું પડ્યું હતું. મહેતાજીએ તળાજા છોડીને જૂનાગઢને તેની કર્મભૂમિ બનાવી અને હરિભજનમાં લીન થયા. કહેવાયું છે કે મહેતાજીની ભક્તિની શક્તિ પાસે ભગવાનને પણ જૂનાગઢની ભૂમિ પર અવતરણ કરવાની ફરજ પડી હતી. જે જગ્યાએ મહેતાજી કરતાલના તાલે હરિભજન કરતા હતા તે જગ્યા આજે પણ નરસિંહ મહેતાના ચોરા તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે.દત્ત અને દાતારની સાથે જૂનાગઢને નરસિંહ મહેતાની ભૂમિ તરીકે પણ યાદ કરવામાં આવે છે. જ્યાં મહેતાજી નિત્ય ક્રમે સ્નાન કરવા માટે જતા હતા. તેવો કુંડ દામોદર આજે પણ મહેતાજીની હયાતીના પુરાવાઓ અહીં આવતા દરેક યાત્રીકોને આપી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details