જૂનાગઢઃ મહાનગરના 27 જેટલા વિસ્તારોમાં આવેલી ઝૂંપડપંટ્ટીને નિયમ અનુસાર કરવાની માંગ સાથે આજે જૂનાગઢમાં આંદોલનના મંડાણ થયા છે. પૂર્વ મેયર લાખાભાઇ પરમારની આગેવાનીમાં આજથી અનિશ્ચિતકાલીન આંદોલનની શરૂઆત થઈ છે.
વર્ષ 1993 બાદ ફરી એકવાર જૂનાગઢમાં શરૂ થયું ઝૂંપડપટ્ટીને કાયદેસર કરવાનું આંદોલન - જૂનાગઢ ઝૂપડપટ્ટી પરિષદ
જૂનાગઢ મહાનગરમાં આવેલા 20થી વધુ વિસ્તારો આવેલા છે. જેને કાયદેસરની કરવાની માગ ઘણા સમયથી થઈ રહી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન લેવાતા ઝૂંપડપટ્ટી પરિષદે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
![વર્ષ 1993 બાદ ફરી એકવાર જૂનાગઢમાં શરૂ થયું ઝૂંપડપટ્ટીને કાયદેસર કરવાનું આંદોલન જૂનાગઢ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7858773-thumbnail-3x2-juna.jpg)
વર્ષ 1993 બાદ જૂનાગઢ શહેરમાં ફરી એક વખત ઝૂંપડપટ્ટીને કાયદેસર કરવાની માંગ સાથે આંદોલન શરૂ થયું છે. જૂનાગઢ મહાનગરમાં આવેલા 27 જેટલા વિસ્તારોમાં ઝૂંપડપટ્ટી અસ્તિત્વ ધરાવી રહી છે. આ વિસ્તારોને રેગ્યુલરાઇઝ કરવાની માંગ સાથે જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઇ પરમાર દ્વારા આજથી અનિશ્ચિતકાળ સુધીના આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોએ હાજર રહીને તેમનું સમર્થન પણ આપ્યો હતો.
વર્ષ 1993થી જૂનાગઢ શહેરમાં ઝૂંપડપટ્ટીને કાયદેસર કરવાનું આંદોલન અનેક વખત કરવામાં આવ્યા હતાં. તેમ છતાં આજદિન સુધી ઝૂંપડપટ્ટીને લઈને સરકાર કે મનપાના તંત્ર દ્વારા કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી, ત્યારે આજે ફરી એક નવા આંદોલનના શ્રીગણેશ થયા છે અને પૂર્વ મેયર લાખાભાઇ પરમારને હાજરીમાં આજથી અનિશ્ચિત કાલીન ધરણા પ્રદર્શન શરૂ કરાયા હતા.