ગુજરાત

gujarat

ETV Bharat / state

માણાવદર પાલિકા દ્વારા કરવામાં આવેલો વેરો વધારો 2 દિવસમાં પાછો નહીં ખેંચાય તો આંદોલન: રેશ્મા પટેલ

ભાજપ શાસિત માણાવદર નગરપાલિકાએ વધારેલા કરવેરા ઘટાડવા માટે NCPના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે પ્રધાન જવાહર ચાવડા અને ભાજપ શાસિત નગરપાલિકા સામે ખૂબ આકરા શબ્દોમાં નિવેદન આપવાની સાથે ઉગ્ર વિરોધ કરવાની સાથે ધરણા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

ETV BHARAT
માણાવદર પાલિકા દ્વારા કરવામાં આવેલો વેરો વધારો 2 દિવસમાં પાછો નહીં ખેંચાય તો આંદોલન

By

Published : Dec 14, 2020, 3:49 PM IST

  • માણાવદર નગરપાલિકા વિવાદ
  • રેશ્મા પટેલે કરી પત્રકાર પરિષદ
  • 2 દિવસમાં વેરો ઘટાડવા કરી માગ

જૂનાગઢઃ ભાજપ શાસિત માણાવદર નગરપાલિકાએ વધારેલા કરવેરા ઘટાડવા માટે NCPના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે પ્રધાન જવાહર ચાવડા અને ભાજપ શાસિત નગરપાલિકા સામે ખૂબ આકરા શબ્દોમાં નિવેદન આપવાની સાથે ઉગ્ર વિરોધ કરવાની સાથે ધરણા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

જવાહર ચાવડાને આડે હાથ લીધા

NCP પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે આજે સોમવારે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, ભાજપ શાસિત માણાવદર નગરપાલિકાએ કોરોના જેવી મહામારી વચ્ચે દરેક કરવેરામાં બમણાથી વધું વધારો કરી પ્રજાની આર્થિક સ્થિતિ ઉપર પાટું મારીયું છે. આમ છતાં માણાવદર વિધાનસભામાં વર્ષોથી સતા ઉપર રહેલા પ્રધાન જવાહર ચાવડા મુક પ્રેક્ષક બની માત્ર ભાજપના આકાઓની ગુલામી કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details