ગુજરાત

gujarat

ETV Bharat / state

GPSCની પરીક્ષામાં 60 ટકા કરતાં વધુ પરીક્ષાર્થીઓ રહ્યા ગેરહાજર - ગુજરાતના તાજા સમાચાર

રવિવારે ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ ૧ અને ૩ના અધિકારી અને કર્મચારીઓ માટેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬૦ ટકા કરતાં વધુ ઉમેદવારોએ પરીક્ષામાં બેસવાનું મુનાસિબ નહીં માનતા જૂનાગઢ જિલ્લાના ૪૩ પરીક્ષા કેન્દ્ર પર સરેરાશ ૩૫ ટકા ઉમેદવારોએ જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં હાજરી આપી હતી.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલી પરીક્ષામાં ૬૦ ટકા કરતાં વધુ પરીક્ષાર્થીઓ રહ્યા ગેરહાજર
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલી પરીક્ષામાં ૬૦ ટકા કરતાં વધુ પરીક્ષાર્થીઓ રહ્યા ગેરહાજર

By

Published : Mar 21, 2021, 10:16 PM IST

  • જૂનાગઢ શહેરમાં ૪૩ પરીક્ષા કેન્દ્ર પરથી 10,553 ઉમેદવારો પરીક્ષા આપવા માટે યોગ્ય ઠર્યા હતા
  • જે પૈકી 3,720 જેટલા પરીક્ષાર્થીઓએ બંન્ને સત્રમાં હાજરી આપી હતી
  • જાહેર સેવા આયોગ દ્વારા યોજાયેલી પરીક્ષામાં વિક્રમી સંખ્યામાં પરીક્ષાર્થીઓ રહ્યા ગેરહાજર

આ પણ વાંચોઃ જૂનાગઢમાં GPSC પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ

જૂનાગઢઃ રવિવારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1 અને 2ની જાહેર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ શહેરમાં 43 પરીક્ષા કેન્દ્ર પર 10,553 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા માટે યોગ્ય થયા હતા. પરંતુ પ્રથમ અને દ્વિતીય સત્રમાં મળીને માત્ર 3,720 જેટલા પરીક્ષાર્થીઓએ પરીક્ષામાં બેસીને બન્ને તબક્કાની પરીક્ષાઓ પૂર્ણ કરી હતી. જેની ટકાવારી જોવા જઈએ તો 35.31 ટકા જેટલી છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોનો આકડો ખૂબ જ ચિંતાજનક કહી શકાય તે પ્રમાણે નીચો જોવા મળ્યો હતો.

જે પૈકી 3,720 જેટલા પરીક્ષાર્થીઓએ બંન્ને સત્રમાં હાજરી આપી હતી

આ પણ વાંચોઃ પાટણ જિલ્લાના 2 કેન્દ્રોમાં GPSCની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ

જાહેર સેવા આયોગ દ્વારા યોજાયેલી પરીક્ષામાં પરીક્ષાર્થીઓની ગેરહાજરી જાહેર પરીક્ષાઓ માટે ચિંતાનો વિષય

જૂનાગઢ કેન્દ્રમાં યોજવામાં આવેલી પરીક્ષામાં શહેરના અલગ-અલગ 43 કેન્દ્રો પરીક્ષાર્થીઓ માટે નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં 439 બ્લોકમાં પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેનું આયોજન થયું હતું. GPSCની પરીક્ષા માટે આવેદન આપનાર 10,553 વિદ્યાર્થીઓ પૈકી જૂનાગઢ જિલ્લામાં માત્ર 3,720 જેટલા પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેની ટકાવારી માત્ર 35 ટકાની આસપાસ જોવા મળે છે ત્યારે ખૂબ જ જૂજ માત્રામાં પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રોમાં ઉપસ્થિત રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details