માંગરોળ: માંગરોળ શહેરમાં વેરાવળ બાયપાસ પર આવેલા કાશીફુલ ઉલ્લુમ મદ્રેસા ના મોલાના અબાસ સમેજા મદરેસામાં અભ્યાસ માટે આવતા બાળકો પર અડપલા અને જાતીય દુરાચાર કર્યું હોવાનું સામે આવ્યું છે. મદ્રેસામાં અભ્યાસ માટે આવતા એક વિદ્યાર્થીની પોલીસ ફરિયાદ ને આધારે માંગરોળ પોલીસે મદ્રેસાના મોલાના સામે ફરિયાદ નોંધીને તેની સુરતથી અટકાયત કરી હતી. સમગ્ર મામલો બહાર આવતા માંગરોળ પોલીસે મદરેસામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓને સાથે રાખીને મદરેસામાં તપાસ કરી હતી. ત્યારબાદ 10 જેટલા બાળકોએ આ પ્રકારની કુચેસ્ટા મોલાના અબાસ સમેજા કરતો હોવાની વિગતો આપતા એક બાળકની પોલીસ ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
Junagadh Crime: માંગરોળના મોલાનાએ માસુમ વિદ્યાર્થીઓ પર બગાડી નજર, પોલીસે કરી અટકાયત - Junagadh Crime
માંગરોળ પોલીસે મદ્રેશામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા અને દુષ્કર્મની ફરિયાદ મદ્રાસમાં રહેલા એક વિદ્યાર્થીએ કરતા માંગરોળ પોલીસે મદરેસા ના મૌલાના અબાસ સમેજા નામના ઈસમની સુરત થી અટકાયત કરી હતી
Published : Oct 26, 2023, 12:21 PM IST
કામ માટે બોલાવીને કરતો અડપલા: મદરેસાના વિદ્યાર્થીઓની કેફિયત ને આધારે મોલાના અબાસ સમેજા મદરેસામાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને તેમની સાથે પાણી ભરવા માટે બોલાવીને તેની સાથે અડપલા અને દુરાચાર કરતો હતો. સમગ્ર મામલાની જાણ મદ્રેસા ના ટ્રસ્ટી મુફ્તી દાઉદ ફકીર અને પણ કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થતા મોલાના અબાસ અડફલા કરીને વિદ્યાર્થીઓને મારી નાખવાની ધમકી આપીને સમગ્ર મામલાને દબાવી રાખતો હતો. મદરેસા માં કામ કરનાર અન્ય એક ઉસ્તાદ પણ મોલાનાની કરતુતો થી માહિતગાર થતા તેમણે સમગ્ર મામલાનો વિરોધ કર્યો હતો. ત્યારે મોલાના એ પણ મદ્રેસા ના ઉસ્તાદ ને સમગ્ર મામલો દબાવી રાખવાની ધમકી આપીને મામલો બહાર ન આવે તે માટે પ્રયાસ કરતો હતો. પરંતુ અંતે એક બાળકની માતા દ્વારા પોલીસમાં રજૂઆત કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
મૌલાના સુરત ખાતેથી ઝડપાયો:મૌલાના અબાસ સમેજા સમગ્ર મામલો પ્રકાશમાં આવતા ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલામાં પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન તેમના મોબાઇલ ફોનનું લોકેશન સુરત આવતા જૂનાગઢ પોલીસ ના અધિકારીઓ અને કર્મચારીઓની સાથે માંગરોળ પોલીસ મથકના કર્મચારીઓ સુરત રહેલા મોલાના અબાસ સમેય જાને પકડી પાડ્યો હતો. વધુ એક આરોપી ટ્રસ્ટી મુફ્તી ની પણ તપાસ કરતા તે પણ મદ્રેસામાંથી ફરાર થઈ જતા તેનું પણ લોકેશન જેતખમ વાડી વિસ્તારનુ આવતુ હોવાથી પોલીસે બંને આરોપીની અટકાયત કરીને જાતીય દુરાચાર અને અડપલા કરવાની ધારાઓ અંતર્ગત માંગરોળ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલાની તપાસ માંગરોળ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એસ આઈ મંધરા કરી રહ્યા છે.