- જૂનાગઢ જિલ્લાના કેશોદમાં મોબાઇલ અને બાઈક ચોરીની ઘટના
- મોબાઈલ અને બાઇક ચોર બંને ઘટનાઓમાં CCTV કેમેરામાં થયા
- કેશોદ પોલીસે બંને ફરિયાદને આધારે બાઈક અને મોબાઇલની ચોરને પકડવા ચક્રો કર્યા ગતિમાન
જૂનાગઢ: કેશોદ શહેરમાં ગત દિવસ દરમિયાન મોબાઇલ અને બે બાઈકની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. બંને કિસ્સામાં મોબાઈલને બાઈકના માલિકોએ પોતાનો મોબાઇલ ચોરી થયાની ફરિયાદ કેશોદ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે બંને કિસ્સામાં CCTV કેમેરામાં કેદ મોબાઈલ અને બાઇક ચોરને પકડી પાડવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. એક જ દિવસમાં મોબાઈલ અને બે બાઈક ચોરીની ઘટનાને લઇને કેશોદના રહિશોમાં પણ હવે ચિંતા જોવા મળી રહી છે. જે પ્રકારે ચોરીની ઘટના બન્યા બાદ CCTV સામે આવતા મોબાઈલ અને બાઈકના માલિકો પોતાના કિમતી મોબાઈલ અને બાઈકની ચોરીને અટકાવવાને લઇને ચિંતિત બની શકે છે.
આ પણ વાંચો:બારડોલીમાં ત્રણ બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યું