- તણાવને કારણે સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાનો કર્મચારી થયો ગુમ
- મીરાર્થ સોલંકી તણાવગ્રસ્ત અવસ્થામાં ચાલુ નોકરીએ થયો ગુમ
- પોલીસે ગુમ કર્મચારીને ગણતરીની કલાકોમાં શોધી કાઢ્યો
જૂનાગઢઃ સરદાર બાગ વિસ્તારમાં આવેલા સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાનો લેબ ટેક્નિશિયન મીરાર્થ સોલંકી ચાલુ નોકરી દરમિયાન તણાવગ્રસ્ત બનવાને કારણે ઓફિસમાંથી ગુમ થઈ ગયો હતો. જેની વિજ્ઞાન પ્રયોગ શાળાના મદદનીશ નિયામક વિશાલ પરમાર દ્વારા ગુમ થયેલા કર્મચારીના પરિવારને જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃજૂનાગઢ પોલીસે 90 લાખ કરતા વધુની સોનાની ચોરીનો ભેદ ઉકેલ્યો
જૂનાગઢ સી ડિવિઝન પોલીસ મથકમાં કર્મચારી ચાલુ નોકરી દરમિયાન ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ
તમામ લોકોએ સાથે મળીને જૂનાગઢ સી ડિવિઝન પોલીસ મથકમાં કર્મચારી ચાલુ નોકરી દરમિયાન ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે જૂનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં જ ગુમ લેબ આસિસ્ટન્ટને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.