જૂનાગઢની શાન મહોબત મકબરાની મુલાકાત લેતા પ્રવાસન પ્રધાન - junagadh news
જૂનાગઢમાં આવેલા મહોબતખાન બીજાના મકબરાનું રિનોવેશન રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ સ્થળની આજે રવિવારે પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ મુલાકાત લઈને મકબરાના કામ અંગે ઉપસ્થિત ઇજનેરો પાસાથી વિગતે જાણકારી મેળવી હતી.
![જૂનાગઢની શાન મહોબત મકબરાની મુલાકાત લેતા પ્રવાસન પ્રધાન મહોબત મકબરાની મુલાકાત લેતા પ્રવાસન પ્રધાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7617173-325-7617173-1592147305591.jpg)
મહોબત મકબરાની મુલાકાત લેતા પ્રવાસન પ્રધાન
જૂનાગઢ : જિલ્લામાં આવેલો મહોબતખાન બીજાનો મકબરો હવે નવા રંગરૂપ ધારણ કરવા જઈ રહ્યો છે. રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા અંદાજિત પાંચ કરોડ કરતાં વધુના ખર્ચે આ મકબરાનું રીનોવેશન કામ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ સ્થળની મુલાકાત રાજ્યના પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ લીધી હતી. જેમની સાથે જૂનાગઢ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર તેમજ જૂનાગઢના પ્રથમ નાગરિક મેયર ઉપસ્થિત રહ્યા હતાં.
મહોબત મકબરાની મુલાકાત લેતા પ્રવાસન પ્રધાન