ભવનાથની ગિરી તળેટીમાં આયોજિત પ્રથમ મીની કુંભ મેળો નાગા સાધુઓની રવેડી યાત્રા બાદ ભવનાથ મહાદેવ મંદિરમાં આવેલા મૃગી કુંડમાં સ્નાન કર્યા બાદ મેળાની વિધિવત પુર્ણાહુતી થઇ હતી. ભવનાથની ગિરી તળેટીમાં પ્રાચીન કાળથી શિવરાત્રીનો મેળો યોજાતો રહ્યો છે. જેમાં 7 દિવસ સુધી અલખની આરાધના કર્યા બાદ નાગા સાધુઓની રવેડી મેળાનું મુખ્ય આકર્ષણ હોય છે. જેને લઈને દેશ અને વિદેશમાંથી શિવ ભક્તો ભવનાથની ગિરી તળેટીમાં આવીને રવેડીના દર્શન કરીને જીવમાંથી શિવ બનવા તરફ પ્રયાણ કરતા હોય છે.
શાહી સ્નાનથી મીની કુંભ મેળો સંપન્ન - Manish Dodiya
જૂનાગઢ : નાગા સાધુઓની રવેડી સાથે ગિરી તળેટીમાં આયોજિત મીની કુંભ મેળો સંપન્ન થયો છે. એક પ્રાચીન પરંપરા મુજબ શિવરાત્રીના મેળામાં ભગવાન શિવ નાગા સાધુનું રૂપ ધારણ કરીને રવેડીમાં સામેલ થાય છે અને રવેડીની યાત્રા બાદ નાગા સાધુઓ સાથે મૃગી કુંડમાં સ્નાન કરવા માટે આસ્થાની ડૂબકી મારીને પાતાળ લોકમાં વિલીન થાય છે.
એક પ્રાચીન પરંપરા મુજબ શિવરાત્રીના મેળામાં ભગવાન શિવ નાગા સાધુનું રૂપ ધારણ કરીને રવેડીમાં સામેલ થાય છે અને રવેડીની યાત્રા બાદ નાગા સાધુઓ સાથે મૃગી કુંડમાં સ્નાન કરવા માટે આસ્થાની ડૂબકી મારીને પાતાળ લોકમાં વિલીન થાય છે. આજ ધાર્મિક આસ્થા ભવનાથના શિવરાત્રી મેળાને વધુ ધાર્મિક બનાવે છે. જેને શિવની સેના તરીકે ઓળખવામાં આવે છે. તેવા નાગા સાધુઓ એક અઠવાડિયું ચલમ, સ્મશાનની ભભુત અને ભાંગના સથવારે શિવની આરાધના કરીને અંતિમ પડાવ રવેડી તરફ આગળ વધતા હોય છે.
શિવરાત્રીના દિવસે શુભ ચોઘડીયે ભવનાથ મંદિરમાંથી ત્રણેય અખાડાઓના નાગા સાધુઓ દ્વારા રવેડી કાઢવામાં આવે છે. જે સમગ્ર ભવનાથ પરિસરમાં રવેડી યાત્રામાં નાગા સાધુઓ દ્વારા અંગ કસરતના દાવ કરીને શિવ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા બાદ રવેડી મધ્ય રાત્રીના ભવનાથ મહાદેવ મંદિરમાં પરત ફરીને દાદાના દર્શન કરી મૃગી કુંડમાં સ્નાન માટે આસ્થાની ડૂબકી મારીને શિવ તત્વની સમીપ જવા માટે એક ડગ આગળ વધીને મેળાને વિધિવત રીતે પુરો કરે છે.