ગોરેજ ગામના એક ખેડૂતે 2000 કેળના જાડ વાવેતર કર્યા હતા અને રાત દિવસની મહેનત કરી તેની જાળવણી કરી હતી. પરંતુ વાવાઝોડાને કારણે કેળના ઝાડ જમીનદોસ્ત થતા ખેડૂતો સંપૂર્ણપણે મુશ્કેલીમાં મૂકાયા હતા. વાવાઝોડાને કારણે આ ખેડૂતને આશરે અઢી લાખની નુકસાની ભોગવવી પડી હતી.
માંગરોળમાં વાયુ વાવાઝોડાથી કેળના ઝાડ ધરાશાયી, ખેડૂતોને લાખોનું નુકસાન - vayu cyclon
જૂનાગઢઃ જિલ્લાના માંગરોળના દરીયાકીનારેથી વાયુ વાવાજોડું પસાર થતાં માછીમારોનેતો મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આ સાથે ખેડુતોને પણ વાવાજોડાની અસર થઈ હતી. જેમાં માંગરોળ તાલુકાના ગોરેજ ગામના તમામ ખેડુતો દ્વારા કેળનું વાવેતર કરવામાં આવ્યું હતું. કેળ પર આવક આવે તે પહેલાં જ વાયુ વાવાઝોડાએ આખા ગામમાં કેળનો સફાયો બોલાવ્યો હતો.
માંગરોળ તાલુકામાં વાયુ વાવાજોડાથી ખેડુતોને લાખોનું નુકશાન
જો માત્ર એક જ ખેડૂતને અઢી લાખની નુકશાની થઇ હોય તો આખા ગામમાં તમામ ખેડૂતોની દયનીય પરિસ્થિતિ જોવા મળી હતી. ત્યારે ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી છે કે, આ બાબતે સરકાર તાત્કાલીક સર્વે કરી ખેડૂતોને વાવાઝોડામાં થયેલા નુકસાનની સહાય ચુકવવામાં આવે.