ગુજરાત

gujarat

ETV Bharat / state

gujarat weather: વધુ એક માવઠાની કરો તૈયારી, આગામી અઠવાડિયામાં પડી શકે છે વરસાદ - rain in Gujarat

હવામાન વિભાગે વધુ એક માવઠાની આગાહી કરી દીધી છે. આગામી તારીખ 12 થી લઈને 14 એપ્રિલ સુધી વરસાદ પડવાની શક્યતાઓ છે. એવું હવામાન વિભાગે જણાવી દીધું છે. જેને પગલે આગામી કેટલાક દિવસો દરમિયાન વાદળછાયા વાતાવરણની નીચે ઉનાળાની ગરમી લોકોથી દૂર જોવા મળશે. તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા વધુ એક વખત કમોસમી વરસાદ રૂપે માવઠાની આગાહી કરાઈ છે.

માવઠાની કરો તૈયારી આગામી અઠવાડિયામાં પડી શકે છે વરસાદ
માવઠાની કરો તૈયારી આગામી અઠવાડિયામાં પડી શકે છે વરસાદ

By

Published : Apr 8, 2023, 3:09 PM IST

માવઠાની કરો તૈયારી આગામી અઠવાડિયામાં પડી શકે છે વરસાદ

જૂનાગઢઃફેબ્રુઆરી મહિનાથી વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. જેને કારણે ગરમીના કહી શકાય તેવા એપ્રિલ મહિનામાં પણ હજુ શિયાળો અને ઠંડકનું વાતાવરણ છે. તે પ્રકારનો અનુભવ લોકો કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન અંગને દજાડતી લૂં અને ગરમી હોવી જોઈએ તેની જગ્યા પર હજુ પણ વાતાવરણમાં ઠંડક જોવા મળે છે. તેની પાછળ પશ્ચિમની વિક્ષેપ અને ફેબ્રુઆરી મહિનાથી સતત બદલાઈ રહેલા વાતાવરણને કારણે આ પ્રકારના અનિશ્ચિત વાતાવરણનું સર્જન થયું છે. આગામી દિવસોમાં પણ ગરમી વધવાની જગ્યા પર ફરીવાર માવઠું પડવાની પૂરી સંભાવનાઓ હવામાન વિભાગ જણાવે છે.

આ પણ વાંચોઃ Junagadh News : વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર 87 વર્ષથી ધમધમતું, 450 પરિવારો ઉનાળામાં મેળવી રહ્યા છે રક્ષણ

વરસાદની શક્યતાઃઆવતા અઠવાડિયા દરમિયાન વધુ એક વખત વાતાવરણમાં બદલાવ જોવા મળશે. જેને કારણે ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે. પાછલા 25 વર્ષમાં એપ્રિલ મહિનાની ગરમીનો ઇતિહાસ તપાસીયે હતો. આ વર્ષે સરેરાશ ગરમીમાં ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. જે બે ત્રણ દિવસ સુધી ગરમીમાં એકથી લઈને ત્રણ ડિગ્રી સુધીનો વધારો જોવા મળી શકે છે. જે 11 મી એપ્રિલ સુધી જળવાઈ રહે તેવી શક્યતાઓ વ્યક્ત થઇ છે. તારીખ 12,13 અને 14 એપ્રિલના દિવસે ફરી એક વખત વાતાવરણમાં પલટો જોવા મળશે.

આ પણ વાંચોઃ Junagadh News : આ શ્રાવક પરિવાર ઉપાશ્રયોને પુરા પાડે છે વિનામૂલ્યે શેકેલા ગાંઠિયા

વાદળછાયું હવામાનઃગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ તો કેટલાક વિસ્તારો માં વરસાદ પડવાની પણ શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતામાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને મોડી રાત્રે અને વહેલી સવારે ટાઢકનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે બપોરના સમયે પણ જોઈએ એવી અંગ દઝાડતી ગરમી શરૂ થઈ નથી. આગામી દિવસોમાં જો વરસાદ પડશે તો મોટી મુશ્કેલી ખેડૂતોને થવાની છે. જોકે, આ વખતે કેરીના પાકને પણ મોટું નુકસાન થશે એવું ખેડૂતો કહે છે.ડી.આર વઘાસીયા સહ સંશોધક હવામાન વિભાગ.

ABOUT THE AUTHOR

...view details