ગુજરાત

gujarat

ETV Bharat / state

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા મેગા જોબ ફેરનું આયોજન કરાયું

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં જોબ ફેરનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નોકરીવાંચ્છુ અને બેરોજગાર યુવાનોએ હાજર રહીને પ્લેસમેન્ટ માટે આવેલી કંપનીઓમાં પોતાની રૂબરૂ મુલાકાત આપીને પોતાની યોગ્યતા અને કાર્યક્ષમતાને આધારે નોકરી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

By

Published : Feb 14, 2020, 4:07 PM IST

aa
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા મેગા જોબ ફેરનું આયોજન કરાયું

જૂનાગઢઃ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં જોબ ફેરનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નોકરીવાંચ્છુ અને બેરોજગાર યુવાનોએ હાજર રહીને પ્લેસમેન્ટ માટે આવેલી કંપનીઓમાં પોતાની રૂબરૂ મુલાકાત આપીને પોતાની યોગ્યતા અને કાર્યક્ષમતા ને આધારે નોકરી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા મેગા જોબ ફેરનું આયોજન કરાયું
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સહયોગથી જૂનાગઢની બહાઉદ્દીન વિજ્ઞાન અને વિનિયન કોલેજમાં મેગા જોબ ફેરનું આયોજન કરાયું હતું. આ જોબ ફેરમાં જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાની તમામ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે કેટલાક બેરોજગાર યુવાઓએ પણ હાજર રહીને આ જોબ ફેરમાં તેમની યોગ્યતા અને કાર્યક્ષમતાને લઈને પ્લેસમેન્ટ માટે આવેલી કંપનીઓના અધિકારીઓ સમક્ષ રૂબરૂ ઉપસ્થિત થઈનેઆ જોબફેરમાં ભાગ લીધો હતો.અંદાજિત 50 કરતાં વધુ ખાનગી અને અર્ધસરકારી કંપનીઓના અધિકારીઓએ હાજર રહીને ઉપસ્થિત બે રોજગાર અને વિદ્યાર્થીઓને રૂબરૂ મળીને તેમની કાર્યક્ષમતા અને યોગ્યતા વિશે સવાલ જવાબો કર્યા હતા અને બાદમાં ઉપસ્થિત રહેનાર પસંદગી પામેલા ઉમેદવારોને જે કંપનીઓ દ્વારા રોજગારી આપવા માટેના ઓફર લેટર આપવામાં આવશે આવા આયોજન થકી 2 રોજગારીનું સ્તર ઘટાડી શકાશે તેમજ વિદ્યાર્થીઓ અથવા રોજગાર વાંછું કંપની સુધી પહોંચી નથી શકતા તેને પણ આવા જોબફેરથી નોકરી મેળવવા માટે ખૂબ જ સરળતા પડશે તેવો પ્રતિભાવ ઉપસ્થિત રહેલા રોજગાર વાંન્ચછુકોંએ આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details