ગિરનાર વિકાસ મંડળની બેઠક વિભાગના પ્રધાન વિભાવરીબેન દવે ની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓ ગિરનાર મંડળના સાધુઓ દ્વારા ગિરનાર વિકાસને લઇને હકારાત્મક દિશામાં ચર્ચાઓ કરવામાં આવી હતી.ગિરનાર મંડળના સાધુઓ યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓ અને ગિરનાર પર કાર્યાન્વિત લોપ ને બનાવતી કંપનીના અધિકારીઓની સંયુક્ત બેઠક યોજવામાં આવી હતી.
ગિરનાર વિકાસ મંડળની યોજાઈ બેઠક, રાજ્યપ્રધાન વિભાવરીબેન દવે રહ્યાં હાજર
જૂનાગઢ: ગિરનાર વિકાસ મંડળની બેઠક પ્રધાન વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં ગિરનાર અને યાત્રાધામના વિકાસની વિવિધ યોજનાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ બેઠકમાં ગિરનારના વિકાસને લઈને ખૂબ જ ગંભીરતાથી ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમો અને એશિયાનો સૌથી મોટો રોપવે તાકીદે પૂર્ણ થાય અને લોકોના ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવે તે બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી બેઠકમાં જૂનાગઢ અને ગિરનાર પરિક્ષેત્રમાં આવતા વિવિધ ધાર્મિક જગ્યાઓ અને મંદિરોનો વિકાસ કઈ રીતે કરી શકાય અને તેમાં ગિરનાર વિકાસ મંડળ અને રાજ્ય સરકાર કઈ રીતે સહાયતા આપી શકે છે.
આ બેઠકમાં પ્રધાન વિભાવરીબેન દવે શેરનાથબાપુ ભારતી બાપુ જૂનાગઢના પૂર્વ મેયર મહેન્દ્ર મસરુ, પ્રદિપ ખીમાણી, શૈલેષ દવે સહિતનાં અગ્રણીઓએ હાજરી આપીને ગિરનારના વિકાસ માટે તેમના પણ સૂચનો કર્યા હતા. જેને ગિરનાર વિકાસ મંડળએ બહુમતીથી પસાર કરીને આગામી દિવસોમાં આ યોજના ગિરનાર મંડળ દ્વારા જુનાગઢમાં કાર્યાન્વિત કરવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.