ગુજરાત

gujarat

ETV Bharat / state

કેશોદમાં રામનવમી નિમિત્તે VHP અને બજરંગદળ ગૌરક્ષાદળની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઈ - VHP

જુનાગઢ: રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામની રથયાત્રાના આયોજન બાબતે કેશોદના નિલકંઠ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કેશોદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ ગૌરક્ષક દળના હોદ્દેદારો, સામાજિક સંગઠનો તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

સ્પોટ ફોટો

By

Published : Mar 27, 2019, 11:52 AM IST

આગામી રામનવમીની ધામધૂમથી ઉજવણીની તૈયારી બાબતે ચર્ચા વિચારણા કરવા માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યુહતું.

કેશોદમાં આગામી રામનવમી નિમિત્તે VHP અને બજરંગદળ ગૌરક્ષાદળની અધ્યક્ષતામાં મિટીંગ યોજાઈ

રામનવમીની રથયાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને રામ જન્મોત્સવમાં માનવ મહેરામણ ઉમટી પડે છે જેને લઈને કયા પ્રકારની તૈયારી કરવી તે બાબતે મીંટીંગ યોજાઈ હતી. તમામ દળોને શાંતિપૂર્ણ રીતે રામ નવમીની શોભાયાત્રામાં જોડાવવા અપીલ કરાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details