ગુજરાત

gujarat

ETV Bharat / state

વ્હીલચેરમાં પણ જીવી શકાય છે ખૂબ જ આનંદ સાથેનું જીવન, જૂનાગઢના મયુરકાંતભાઈ અને મેઘલબેને પૂરું પાડ્યું ઉદાહરણ - Junagadh provided an ideal example

તમે ક્યારેય કલ્પના કરી શકો કે વ્હીલચેર પર જીવનના 65 વર્ષ એકદમ સુખ સાથે વિતાવી શકાય જો તમે એવો વિચાર કરતા હો કે વ્હિલચેર પર 65 વર્ષ કેમ નીકળી શકે તો તમારો આ જવાબ ખૂબ જ ખોટો છે જૂનાગઢ ના મયુરક્રાંતભાઈ અને મેઘલબેન પાછલા 65 વર્ષથી વ્હિલચેર પર સફળ દાંપત્ય જીવનની સાથે જીવનની તમામ અનુભૂતિઓ કરી રહ્યા છે. આઠ મહિનાની ઉંમરે પોલિયોગ્રસ્ત બન્યા બાદ આજે 65 વર્ષે પણ એજ જોમ અને જુસ્સા સાથે દંપતી જીવનને સફળતાપૂર્વક માણી રહ્યું છે.

વ્હીલચેરમાં પણ જીવી શકાય છે ખૂબ જ આનંદ સાથેનું જીવન જૂનાગઢના મયુરકાંતભાઈ અને મેઘલબેને પૂરું પાડ્યું આદર્શ ઉદાહરણ
વ્હીલચેરમાં પણ જીવી શકાય છે ખૂબ જ આનંદ સાથેનું જીવન જૂનાગઢના મયુરકાંતભાઈ અને મેઘલબેને પૂરું પાડ્યું આદર્શ ઉદાહરણ

By

Published : Aug 5, 2023, 10:07 AM IST

વ્હીલચેરમાં પણ જીવી શકાય છે ખૂબ જ આનંદ સાથેનું જીવન

જૂનાગઢ:આ દંપતી આજે જીવનના 65 વર્ષ બાદ પણ એક માત્ર વ્હીલ ચેર પર ખૂબ જ સફળ દાંપત્ય જીવન ની સાથે જીવનની તમામ વાસ્તવિકતાઓને એકદમ સરળતાથી માણી રહ્યા છે. દિવસની તમામ દૈનિક જરૂરિયાતો પૂરી કરવાનું એક માત્ર સાધન એટલે વ્હિલચેર આખો દિવસ વ્હિલચેરમાં બેસીને તમામ દૈનિક ક્રિયાઓને ખૂબ જ સફળતાપૂર્વક એક સ્વસ્થ માણસ કરે તેના કરતાં પણ ખૂબ જ ચિવટતાથી મયુરકાંતભાઈ અને મેઘલબેન કરી રહ્યા છે.

પરિવારનું કશું ન ચાલ્યું: મયુરકાન્તભાઈ અને મેઘલબેન આ એવું આદર્શ દંપતી છે કે જેમણે તેમના જીવનના 65 વર્ષ એકમાત્ર વ્હિલચેર પર પૂરા કર્યા છે. કદાચ સાંભળીને નવાઈ લાગે પરંતુ આ હકીકત છે. મયુર કાંતભાઈ ને આઠ માસની ઉંમરે પોલિયોની બીમારી લાગુ પડી તો તેમના ધર્મપત્ની મેઘલબેન ને 18 મહિનાની ઉંમરે પોલિયોની બીમારી સામે જજુમતા જોવા મળ્યા બીમારી સામે પરિવારનું કશું ન ચાલ્યું અંતે મેઘલબેન ઘોડા અને મયુર કાંતભાઈ હાથીના લગ્ન થયા.

વ્હીલચેરમાં પણ જીવી શકાય છે ખૂબ જ આનંદ સાથેનું જીવન

પતિ પત્નીએ કામની કરી વહેંચણી: મેઘલબેન અને મયુરકાંતભાઈ આ પતિ પત્ની ઘરમાં દરરોજના કામની વહેંચણી કરી છે. આજે પણ તેમના ઘરે કોઈ પણ વ્યક્તિ ઘરકામ માટે આવતી નથી રસોઈ બનાવવાની તમામ જવાબદારી મેઘલબેન સુપેરે નિભાવે છે. તો બીજી તરફ ઘરમાં સાફ-સફાઈ અને કપડા ધોવાની જવાબદારી મયુરકાંતભાઈ મશીનોના સહારે એકદમ સફળતાપૂર્વક કરી રહ્યા છે. હોસ્પિટલ જવાનું હોય અથવા તો ઘરની બહાર અન્ય કોઈ કામ પ્રસંગે જવાનું થાય આવી પરિસ્થિતિમાં તેમને રીક્ષા ચાલક મદદરૂપ બને છે. જીવનના 65 વર્ષ સુધી એકમાત્ર વ્હિલચેર ના સથવારે જીવન જીવતું જૂનાગઢનું આ દંપતિ ખરેખર સૌ કોઈ માટે એક આદર્શ અને ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે.

"તેમને 18 મહિના બાદ પોલીયોની બીમારી લાગુ પડી ત્યારબાદ જીવનના મુશ્કેલ સમયની શરૂઆત થઈ પરંતુ આજે એ મુશ્કેલ સમય ખૂબ જ સુખદ લાગી રહ્યો છે શરૂઆતના દિવસોમાં કુદરતે કોઈ ખોટ આપી છે તેનું દુઃખ હતું. પરંતુ આજે એકમાત્ર મક્કમ મનોબળ થતી કુદરતનું આ દુઃખ સહેજ પણ પીડા આપતું નથી એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવા માટેનું મનોબળ સમાજના દુઃખી લોકો માંથી પ્રાપ્ત થયું જે લોકો આખે અંધ છે તેના કરતાં અમારી પરિસ્થિતિ ખૂબ જ મજબૂત છે આવા મનોબળે આજે મેઘલબેન એકદમ તંદુરસ્ત ની સાથે ખુશખુશાલ જીવન જીવતા વ્હીલ ચેર પર જોવા મળ્યા"--મેઘલબેન હાથી

જીવવાનો રાહ ચોક્કસ:વિપરીત પરિસ્થિતિ માંથી જીવનનો રાહબંને પગ પોલિયોની બીમારીને કારણે ગુમાવી ચૂકેલા મયુર કાંતભાઈ વિપરીત પરિસ્થિતિમાં પણ એક સુખદ અને સ્વસ્થ જીવન જીવવાનો રાહ ચોક્કસ પણે સમાયેલો હોય છે. આજે તેઓ પોલિયોને કારણે બંને પગ ગુમાવી ચૂક્યા છે. પરંતુ જીવન જીવવાની રાહ અને તેમાં મળતું મક્કમ મનોબળ આજે તેમને એકદમ સ્વસ્થ વ્યક્તિનો અનુભવ કરાવે છે. તમામ પ્રકારના કામો આજે એકદમ સહજતાથી થઈ રહ્યા છે. ક્યારેક બીમારીના કિસ્સામાં અને ઘરની બહારનું કોઈ કામ હોય ત્યારે પણ લોકોનો અને આસપાસના પાડોશી તેમજ કુટુંબીજન અને સમાજનો ખૂબ મોટો સહકાર મળે છે. હુ પગેથી ચાલી શકતો નથી પરંતુ માનસિક દૃઢ મનોબળ સાથે દોડી રહ્યો છુ. જેને કારણે સતત 65 વર્ષ સુધી વ્હીલ ચેર પર બેઠા બેઠા આજે પણ એકદમ સ્ફૂર્તિ માં જોવા મળુ છું

  1. Lion Death On Railway track : રેલવે ટ્રેક પર સિંહના અકાળે મોત વધ્યા, પૂર્વ વન અધિકારીઓએ આપ્યા અભિપ્રાય
  2. Junagadh News: ભારતની પરંપરા ધાર્મિક અનુભૂતિ અને મહેમાનગતિ માણવા ઓસ્ટ્રેલિયાનો યુવાન આવ્યો ભવનાથમાં

ABOUT THE AUTHOR

...view details