જૂનાગઢ: જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણને લઈને પરિસ્થિતિ ગંભીર બની રહી છે. દરરોજ 20 કરતા વધુ કેસ નોંધાઇ રહ્યા છે.
માસ્ક વગર બહાર નીકળતા લોકોને રોટરી ક્લબ દ્વારા વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરાયું - જૂનાગઢમાં કોરોના વાઇરસ કેસ
જૂનાગઢ શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ છતા પણ લોકો બેદરકાર બની રહ્યા છે અને માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળી રહ્યા છે. ત્યારે આવા લોકોને રોટરી ક્લબ જૂનાગઢ દ્વારા વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કોરોના મહામારીમાં માસ્કની જરૂરિયાતથી અવગત કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં સંક્રમણને અટકાવવા માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિ જો માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળે તો તેવા તમામ લોકોને પોલીસ વિભાગ દ્વારા 200 રૂપિયાનો દંડ ફટકારવાનો નિયમ બહાર પાડવામાં આવ્યો હોવા છતા હજુ પણ જૂનાગઢ શહેરમાં અનેક લોકો આ મામલે બેદરકારી દાખવી વગર માસ્ક પહેરે બહાર નીકળે છે.
ત્યારે રોટરી ક્લબ જૂનાગઢ દ્વારા આવા લોકોને હવે વિનામૂલ્યે માસ્ક આપવાની પરંપરા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આવા લોકોને પહેલા 200 રૂપિયાનો દંડ અને ત્યારબાદ વિનામૂલ્યે માસ્ક આપવામાં આવે છે. સોમવારે આ કામગીરી હાથ ધરવામાં આવતા જે લોકો મામૂલી કિંમતના માસ્ક ખરીદીને પહેરતા નથી તેવા લોકો હોંશે હોંશે 200 રૂપિયાનો દંડ પોલીસને આપતા જોવા મળ્યા હતા અને માસ્ક લેતા જોવા મળ્યા હતા.