- સરકાર ફૂલ ગુલાબી ચિત્ર ઊભું કરીને કોરોના સામે લોકોને મજધારે છોડ્યા
- ગામડાનો કોરોના મુક્ત રાખવાના સરકારી અભિયાનના દિવા તળે અંધારું
- વંથલી તાલુકાના વાડલા ગામમાં એક મહિનાથી ટેસ્ટિંગ અને રસીકરણ કાર્યક્રમ થયો છે બંધ
- ગામમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા વધુ, પરંતુ મોતના આંકડાઓ નીચે રહેતા ક્યાંક હાંશકારો
- સરકારનું મારુ ગામ કોરોના મુક્ત ગામડાઓ અભિયાન બની રહ્યું છે હાસ્યાસ્પદ
જૂનાગઢ : રાજ્ય સરકાર દ્વારા ગામડાઓને કોરોના મુક્ત અભિયાન જે શરૂ કરવામાં આવ્યું છે કે, હવે હાસ્યાસ્પદ બનતું જોવા મળી રહ્યું છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનું વાડલા ગામ સરકારની ઉપેક્ષાના ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. વાડલા ગામની 2,000 જેટલી વસ્તીના સરખામણીએ અહીં કોરોના સંક્રમણ કેસનુ પ્રમાણ વધુ જોવા મળી રહ્યા છે, પરંતુ આ સાથે કોરોના સંક્રમિત વ્યક્તિઓના મોતની સંખ્યા ગામ લોકોને હાંશકારો પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો -જવાહર ચાવડાએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત
સરકારની સુવિધા આપવાની વાતો માત્ર કાગળ પર
રાજ્ય સરકાર ગામડાઓને મારુ ગામ કોરોના મુક્ત અભિયાનમાં કોરોના મુક્ત ગામનો દાવો કરી રહી છે, પરંતુ વાડલા ગામમાં સરકારના દાવાની અપેક્ષા એ એકપણ કિસ્સામાં કામ થયું હોય તેવો એક પણ પૂરાવો હજૂ સુધી ગામમાં જોવા મળ્યો નથી. કોરોના સંક્રમિત દર્દી ઘરે સારવાર લઇ રહ્યા છે, ત્યારે સરકારની સુવિધા આપવાની વાતો માત્ર કાગળ પર હોય, તેવું વાડલા ગામમાં લાગી રહ્યું છે.