જૂનાગઢ: જૂનાગઢમાં પ્રથમવાર મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. જેમાં હજારોની સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લઈને મેરેથોન દોડને ઉજ્જવળ બનાવી હતી. જિલ્લા પોલીસ વડા ડો. સૌરભ સિહ એક સામાન્ય સ્પર્ધકોની જેમ 21 કિલો મીટરની સ્પર્ધામાં ભાગ લઈને સ્પર્ધા પૂર્ણ કરી તમામ સ્પર્ધકોનું મનોબળ વધાર્યું હતું.
જૂનાગઢમાં મેરેથોન દોડનું આયોજન, જિલ્લા પોલીસ વડાએ ભાગ લીધો - મેરેથોન દોડ ન્યૂઝ
જૂનાગઢમાં પ્રથમવાર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ દોડમાં સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે જિલ્લા પોલીસ વડાએ પણ ભાગ લીધો હતો.

જૂનાગઢ
જૂનાગઢમાં મેરેથોન દોડનું આયોજન, પોલીસ વડાએ ભાગ લીધો
આ દોડમાં અંદાજિત 8 હજાર કરતાં વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સૌરભ સિંહ એક સ્પોર્ટ્સમેનની માફક સમગ્ર મેરેથોનમાં જોવા મળ્યા હતા.
જિલ્લા પોલીસ વડાએ દોડમાં ભાગ લઇને લોકોમાં જાગૃતતા આવે અને લોકો રમતગમત પ્રત્યે સભાનતા કેળવાય તેવા આશય સાથે પોલીસ વડાએ પણ સામાન્ય સ્પર્ધકોની સાથે જ સામાન્ય સ્પર્ધક બનીને આ સ્પર્ધામાં ભાગ લઇને 21 કિલોમીટરનું અંતર પૂર્ણ કર્યું હતું.