સમગ્ર પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરના ડેમ ઓવર ફ્લો થતા ડેમના અનેક દરવાજા ખોલવામાં આવ્યાં હતાં. જેને લઇને માંગરોળ પંથક સંપુર્ણ બેટમાં ફેરવાઇ ગયું હતું. જેમાં સાંઢા, સામરડા, ફુલરામા ઓસા, લાંગડ, ભાથરોટ સહિતના અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા હતાં, ત્યારે કેશોદ પંથકના બાલાગામ ગામે એક મહિલાને ડીલેવરી માટે 108 બોલાવાઇ હતી. જે 108 ત્યાં સુધી ન પહોચતા મહિલાને રેસ્ક્યુ કરીને કેશોદ સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાઇ હતી.
માંગરોળમાં ભારે વરસાદથી ઘેડ પંથકમાં જળબંબાકાળ, મહિલાનું રેસ્ક્યુ... - માંગરોળ
જૂનાગઢ: જિલ્લાના માંગરોળ પંથકમાં ગતરાતે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને લઇને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
માંગરોળમાં ભારે વરસાદને પગલે મહીલાનું રેસ્ક્યુ કરાયું
આ પુરના પ્રવાહથી માંગરોળ કેશોદ હાઇવેને થોડીવાર માટે બંધ કરવો પડ્યો હતો. ત્યાર બાદ પાણી ઓસરતાની સાથે જ તેને ફરી શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ, ઘેડ પંથકમાં ખેડુતોએ વાવેતર કરેલા મગફળી, કપાસ સહીતના પાકનું ધોવાણ થયું હતુ અને સાથે જમીનોનું પણ ધોવાણ થતાં ખેડુતો પાયમાલ બની ગયા છે.
Last Updated : Sep 13, 2019, 12:37 PM IST