જૂનાગઢ : આજે સમગ્ર વિશ્વમાં જળ દિવસ (World Water Day 2022) મનાવવામાં આવી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘ દ્વારા દર વર્ષની 22મી માર્ચના દિવસે વિશ્વ જળ દિવસ મનાવવાની શરૂઆત થઈ હતી. ત્યારથી આજના દિવસે જળ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. પીવાનું ચોખ્ખું પાણી અને ખાસ કરીને વરસાદના પાણીનું શું મહત્વ છે. તેમજ ચોખ્ખા પાણીનો સંગ્રહ અને તેનું વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય તે માટે લોકોમાં જાગૃતતા આવે છે.
ઘેડની અનોખી સમસ્યા, ચોમાસામાં પૂર અને ઉનાળામાં પોકાર પાણીનો ઘેડની અનોખી સમસ્યા -પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના પચાસ કરતાં વધુ ઘેડ વિસ્તારના (Water Problem in Ghed Area) ગામો ચોમાસા દરમ્યાન જળબંબાકાર બની જતા હોય છે. આ ઘેડ વિસ્તારના ગામો ચોમાસામાં પાણીથી લથપથ જોવા મળતા હોય છે. તે જ ગામો ઉનાળા દરમિયાન પીવાના પાણી માટે વલખા મારતા પણ જોવા મળતા હોય છે. કુદરતની વિટંબણા કહો કે લોકોની અવ્યવસ્થાપરંતુ ચોમાસા દરમિયાન પાણીથી જળબંબાકાર બનેલો ઘેડ વિસ્તાર ઉનાળા દરમિયાન પીવાના પાણીની કારમી અછતનો સામનો કરતો પણ જોવા મળે છે.
આ પણ વાંચો :Bhuj Animal Husbandry Camp: ભુજમાં પશુપાલન શિબિર, 66 કેવી સબસ્ટેશનનું ભૂમિપૂજન અને સુજલામ સુફલામ જળ અભિયાનનું લોકાર્પણ કરાયું
ઘેડ વિસ્તાર ઉલટી રકાબી જેવો - પોરબંદર અને જૂનાગઢ (Water Problem in Junagadh Area)જિલ્લાના કુતિયાણા, માણાવદર, બાટવા, માંગરોળ, વંથલી અને કેશોદ તાલુકાના પચાસ કરતાં વધુ ગામો ઘેડ વિસ્તાર તરીકે જાણીતા છે. ઘેડ વિસ્તાર ઉલટી રકાબી જેવો આકાર ધરાવે છે. તેને કારણે જુનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં પડેલા વરસાદ પાણી ભાદર અને ઓઝત નદી મારફતે ઘેડ વિસ્તારમાં ફરી વળે છે.
ચોમાસામાં જળબંબાકાર -ઘેડ વિસ્તાર ઉલટી રકાબી કારણે પચાસ કરતાં વધુ ગામો ચોમાસા દરમિયાન જળબંબાકારની સ્થિતિમાં જોવા મળે છે. આ પરિસ્થિતિનું નિર્માણ થવા પાછળ મોટેભાગે લોકોની (Summer Water in Ghed Area) અવ્યવસ્થાને જવાબદાર માનવામાં આવે છે. દિવસે દિવસે નદીઓ પરનું અતિક્રમણ વધવા લાગતા અને નદીઓના પ્રવાહને રોકી દેવામાં આવતા હોય છે. તેને કારણે કુદરતી રીતે નદીનો પ્રવાહ બાધીત થતા પોરબંદર અને જુનાગઢ જીલ્લાનો ઘેડ વિસ્તાર પાછલા કેટલાક વર્ષોથી ચોમાસા દરમિયાન જળબંબાકારની સ્થિતિમાં જોવા મળે છે.
સરકારી કાગળોથી બહાર -સમગ્ર સૌરાષ્ટ્ર માટે કલ્પસર યોજના ખૂબ આશાસ્પદ માનવામાં આવતી હતી. વર્ષો પૂર્વે આ યોજનાને લઇને રાજ્ય સરકારે અલગ મંત્રાલય બનાવવાની સાથે આ યોજના કઇ રીતે પૂર્ણ થાય તેને લઈને અત્યાર સુધી મનોમંથન કરવામાં આવ્યું હતું. પરંતુ કલ્પસર યોજના જાણે કે સરકારી કાગળોથી બહાર ન નીકળી હોય તે પ્રકારે આજે પણ યોજનાનું (Drinking Water Problem in Saurashtra) પ્રારૂપ વર્ષો પછી નક્કી કરવામાં સરકાર રાહ જોઈ રહી છે. વર્ષ 2020 ની સ્થિતિએ યોજના ક્યારે શરૂ થશે. તેનું પ્રારૂપ શું હોઈ શકે તેને લઈને રાજ્ય સરકાર પણ અજાણ છે.
આ પણ વાંચો :World Water Day 2022: પ્રત્યેક ભાવનગરવાસીને મહાનગરપાલિકા આપી રહી છે આટલું પાણી
"યોજનાઓ માત્ર કાગળ પર" -ખેડૂત હિત રક્ષક સમિતિના અતુલ શેખડાએ જણાવ્યું હતું કે, 31મી જુલાઈ 2020 ની સ્થિતિએ કલ્પસર યોજના પાછળ 14569.33 લાખનો ખર્ચ થવા પામ્યો છે. આટલો મોટો ખર્ચ કર્યા પછી પણ યોજનાનું પ્રારૂપ રાજ્ય સરકાર નક્કી કરવા માટે અસમર્થ બની રહી છે. કલ્પસર યોજના (Gujarat Kalpsar Scheme) હકીકતમાં પરિણામે તો સૌરાષ્ટ્રની પીવાના પાણીની સાથે બાર મહિના સિંચાઈના પાણીની સમસ્યા ઘડીના છઠ્ઠા ભાગમાં દૂર થઈ શકે તેમ છે. સાથે સાથે જે વિસ્તારમાં કલ્પસર યોજના બનવા જઈ રહી છે. તે વિસ્તારમાં કુદરતી રીતે દરિયામાંથી બે વખત ભરતી અને ઓટની કુદરતી પ્રક્રિયા થાય છે. તેને કારણે વીજળીનું ઉત્પાદન પણ અહીં પુષ્કળ પ્રમાણમાં થઈ શકે તેમ છે. પરંતુ રાજ્ય સરકારની ઉદાસીનતા કહો કે યોજનાને માત્ર કાગળ પર રાખવાની નીતિ કલ્પસર યોજના (Happy World Water Day) આજે પણ સૌરાષ્ટ્ર વાસીઓ માટે દિવા સ્વપ્ન બની રહી છે.