ગુજરાત

gujarat

ETV Bharat / state

આજે જૂનાગઢની બેન્કોમાં લોકોની જોવા મળી લાંબી કતારો - junagadh news

આજે જૂનાગઢની રાષ્ટ્રીયકૃત બેન્કોમાં ખાતાધારકોનો ધસારો જોવા મળી રહ્યો હતો. આજે ત્રીજી એપ્રિલ હોય અને બેન્કોમાં પેન્શન અને પગાર લેવા બેન્કમાં લાંબી કતારો જોવા મળી હતી.

three
three

By

Published : Apr 3, 2020, 8:47 PM IST

જૂનાગઢ : આજે બીજી એપ્રિલના દિવસે જૂનાગઢની તમામ રાષ્ટ્રીયકૃત બેન્કો અને ખાનગી બેન્કોમાં મોટા પ્રમાણમાં ખાતા ધારકોનો ધસારો જોવા મળ્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે પ્રકારે પગારથી લઈને પેન્શન તેમજ વિધવા અને અપંગ તેમજ વૃધ્ધ સહાયની રકમ જમા થઈ છે કે નહીં તેને લઇને તમામ બેન્કોમાં આજે ખાતેદારોને લાંબી કતારો જોવા મળી હતી.

આજે બીજી એપ્રિલના દિવસે જૂનાગઢની તમામ બેન્કોમાં ખાતેદારોનો ધસારો જોવા મળી રહ્યો હતો. સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે બેન્કના કર્મચારીઓની સાથે પોલીસ જવાનો પણ ફરજ પર મૂકવામાં આવ્યા હતા. કોરોના વાઇરસનો જે પ્રકારે ખતરો ઉદભવી રહ્યો છે તેને લઈને લોકો સામાજિક અંતર બનાવી રાખે તેવી વ્યવસ્થા બેન્કના કર્મચારીઓ અને પોલીસ જવાનો કરતા જોવા મળ્યા હતા.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે પ્રકારે કોરોના વાઇરસને પગલે ખેડૂતોથી લઈને વિધવા તેમજ વૃદ્ધો અને અપંગ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી તેને લઈને ખાતેદારો તેમને લગતી બેન્કોની શાખામાં આજે વહેલી સવારથી જ કતાર બંધ રીતે ગોઠવાયેલા જોવા મળી રહ્યા હતા, તો બીજી તરફ આજે પેન્શન અને પગારનો દિવસ પણ છે તેને ધ્યાને રાખીને સરકારી કર્મચારીઓ પણ પોતાનો આર્થિક વ્યવહાર કરવા માટે બેન્કમાં ઉપસ્થિત રહ્યા હતા. આજના દિવસે બેન્કોમાં જે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા તે ક્યાંકને ક્યાંક નોટ બંધી સમયના દ્રશ્યોની યાદ પણ અપાવી જતા હતા.









ABOUT THE AUTHOR

...view details