માંગરોળ તાલુકાનું ચંદવાણા ગામ જયાં સરકારે ગરીબોને 90 દિવસની રોજીરોટી મળવાના હેતુથી મનરેગા યોજના શરૂ કરી છે. પરંતુ ગામના ગરીબ લોકોને સરકારે મનરેગા યોજનાના નામે ચેડા કરાયાનું સામે આવ્યું છે.
માંગરોળમાં મનરેગા યોજના હેઠળ ગરીબ મજૂરોની થઇ રહી છે મજાક
જૂનાગઢઃ જિલ્લાના માંગરોળના ચંદવાણા ગામે સરકાર દ્વારા ગરીબો માટેની મનરેગા યોજનામાં ગરીબોની મજાક કરાયા હોવાની હકીકત સામે આવી છે. ગરીબો રૂપિયા કમાવા તનતોડ મહેનત કરતા હોય છે, ત્યારે અમુક મજુરોને સાત દિવસની મજુરી ઓછી આપવામાં આવી છે. ત્યારે તેમને હિતકારક મજુરી આપવામા આવે તે માટેની માંગ થઇ છે.
તેમાથી એક જ ઘરની અંદર ચાર ચાર લોકો મનરેગા યોજનામાં મજુરીએ જતાં હતાં અને કઠણ માટીમાં તનતોળ મહેનત કરીને ચોકડી બનાવતા હતા. પરંતુ આવા કુંટોબીઓને સાત દિવસની ચાર લોકોની મજુરી કેટલી? આપ પણ સાંભળીને ચોંકી જશો. ચાર લોકો પૂરતું કામ કરવા છતાં પણ સાત દિવસની મજુરી 250થી 300 રૂપીયાની ચુકવણી કરતા મજુરોની સરકારે મસ્તી કરી હોવાનું મજુરોએ જણાવ્યું હતું. રોજનું રોજ કામ કરતાં મજુરોની આવી કથળતી પરિસ્થીતી જોવા મળી હતી. તો બીજી તરફ અમુક લોકોને પુરતા પૈસા મળ્યાની પણ હકીકત સામે આવી હતી. તો ખરેખર આ બાબતે મજુરોએ તપાસની પણ માગ કરી છે.