ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢઃ માંગરોળની સ્કૂલે વિદ્યાર્થીઓની 50 લાખ જેટલી ફી માફ કરી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં પ્રથમ એક એવી સ્કૂલ છે. જેણે ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતા 700થી વધુ વિદ્યાર્થીઓની ફી માફ કરી છે. જેથી વાલીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.

Mangrol school
Mangrol school

By

Published : Jul 21, 2020, 10:52 AM IST

જૂનાગઢ: કોરોના વાઈરસની મહામારીમાં દેશભરમાં લોકોની આર્થિક સ્થિતિ બહુ જ દયનીય બની છે. તેમાંય શિક્ષણનો ભાર પણ મુશ્કેલ છે. કોરોના વાઈરસના કારણે લોકોના ધંધા-રોજગાર બંધ થતાં વાલીઓની હાલત ભારે ખરાબ જોવા મળી રહી છે, ત્યારે માંગરોળ રાજકુમાર ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતા 700 જેટલા વિધાર્થીઓની ફી માફ કરવામાં આવી છે, એટલું જ નહીં પણ વિધાર્થીઓનું વર્ષના બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ પણ વિના મૂલ્ય શરૂ કરવામાં આવ્યું છે.

જૂનાગઢઃ માંગરોળની સ્કૂલે વિદ્યાર્થીઓની 50 લાખ જેટલી ફી માફ કરી
  • જૂનાગઢના માંગરોળની સ્કૂલે 700 વિદ્યાર્થીની 50 લાખ જેટલી ફી માફ કરી
  • રાજકુમાર ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતા 700 વિધાર્થીઓની ફી માફ
  • ઓનલાઈન શિક્ષણ પણ વિના મૂલ્ય શરૂ
  • વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ખુશીનો માહોલ

માંગરોળના વિદ્યાર્થીઓની અને વાલીઓની પરિસ્થિતિ ધ્યાને લઇ સ્કૂલના ટ્રસ્ટીઓએ ચાલુ વર્ષની ફી માફ કરવાની જાહેરાત કરી છે. જેથી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ખુશી જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details