ગુજરાત

gujarat

ETV Bharat / state

માંગરોળમાં 'મહા' વાવાઝોડાને પહોંચી વળવા તંત્ર સજ્જ - સમુદ્ર કાંઠાના 17 ગામોની મુલાકાત

જૂનાગઢઃ અરબી સમુદ્રમાં 'મહા" વાવાઝોડુ તારીખ 6 અને 7 ના રોજ ગુજરાત સમુદ્ર કિનારે ત્રાટકવાની આગાહીને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પુર્ણ કરાઇ છે. આજે મામલતદાર અને ડેપ્યુટી કલેકટરની ટીમ દ્રારા સમુદ્ર કાંઠાના 17 ગામોની મુલાકાત લઈને પરિસ્થિતીનું નિરીક્ષણ કર્યુ હતું.

'મહા' વાવાજોડા

By

Published : Nov 6, 2019, 12:40 PM IST

જયારે માંગરોળ તાલુકાના 17 ગામો જે દરિયાની અત્યંત નજીક હોય જેથી NDRFની 3 ટીમો તૈનાત કરાઇ છે. જેમણે પણ આજે 17 ગામોનું નિરીક્ષણ કર્યુ હતું અને આવનારી ગમે તેવી પરિસ્થીતીને પહોંચી વળવા તંત્ર સજજ થયું છે. ખાસ કરીને જોઇએ તો આરોગ્ય વિભાગ દ્વારા 17 ગામોમાં 48 જેટલી સગર્ભા મહીલાઓને સરકારી હોસ્પીટલ ખાતે સીફ્ટ કરી દેવાની તૈયારીના ભાગરૂપે આજે 9 મહીલાઓને સરકારી હોસ્પીટલ ખાતે ખસેડી દેવાઇ છે.

માંગરોળમાં 'મહા' વાવાઝોડાને પહોંચી વળવા તંત્ર સજ્જ

જયારે આજે તંત્ર દ્વારા લોકોને વાવાઝોડા જેવી આપત્તિમાં શું કરવું તેની જાણકારી આપાઇ હતી અને સરપંચ સાથે મુલકાત કરી હતી. ખાસ કરીને હાલની પરિસ્થીતીની જો વાત કરવામાં આવે તો દરિયામાં કરંટ જોવા મળી રહયો છે. ત્યારે તંત્ર દ્વારા તમામ ગામોની મુલાકાત કરાઇ હતી.

ABOUT THE AUTHOR

...view details