ગુજરાત

gujarat

ETV Bharat / state

mango income in Junagad: જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેરીનું આગમન 10 કિલો બોક્સના શું બોલાયા ભાવ જાણો - જૂનાગઢની પ્રખ્યાત કેરી

જૂનાગઢ માર્કેટ યાર્ડમાં(Junagadh Market Yard)કેરીની આવક શરૂ થઈ છે. જ્યારે માર્કેટ યાર્ડમાં 50 કરતા વધારે કેરીના બોક્સની આવક થઈ હતી. કેરીની આવકની જાહેરમાં હરાજી કરવામાં( mango income in Junagad)આવી હતી. જેમાં 10 કિલો કેરીના બોક્સના ભાવ 1600થી લઈને 1700 રૂપિયા બજાર ભાવ (mango market price)સાથે કેરીની હરાજી શરુ થઈ હતી.

mango income in Junagad: જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેરીનું આગમન 10 કિલો બોક્સના 1700 રૂપિયા બજાર ભાવ
mango income in Junagad: જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેરીનું આગમન 10 કિલો બોક્સના 1700 રૂપિયા બજાર ભાવ

By

Published : Mar 26, 2022, 4:12 PM IST

જૂનાગઢઃ ગીરની શાન સમી કેસર કેરીનું આગમન જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ( mango income in Junagad)આજે થયું છે. 50 કરતા વધુ કેરીના બોક્સની આવક થઈ હતી જેની જાહેર હરાજી યોજવામાં આવી હતી. જેમાં પ્રતિ 10 કિલો કેરીના બોક્સના ઊંચામાં 1700 રૂપિયા બજાર ભાવ બોલાયા હતા. આવકની સરખામણીએ બજાર ભાવ સ્થિર જોવા મળે છે પરંતુ જે પ્રકારેકેરીની આવક (Junagadh Market Yard)ધીમે ધીમે શરૂ થશે તેમ તેમ બજાર ભાવોમાં પણ ચોક્કસ ઘટાડો જોવા મળશે.

યાર્ડમાં કેરીનું આગમન

10 કિલો કેરીના 1600 થી 1700 રૂપિયા ભાવ -જૂનાગઢ માર્કેટ યાર્ડમાં પ્રતિ 10 કિલો કેરીના એક બોક્સના નીચામાં 1600 થી લઈને ઊંચામાં 1700 રૂપિયાના બજાર ભાવ (mango market price)સાથે કેરીની હરાજી શરુ થઈ હતી. આ સિઝનમાં કેરીની આવક મર્યાદિત હોવાનું પણ વેપારીઓ જણાવી રહ્યા છે. જેને કારણે માર્કેટિંગ યાર્ડમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીની નગણ્ય કહી શકાય તે પ્રકારની આવક શરૂ થઈ છે દૈનિક ધોરણે 30 થી લઈને 50 જેટલા 10 કિલોના બોક્સની આવક જૂનાગઢ માર્કેટ યાર્ડમાં થઈ રહી છે.

આ પણ વાંચોઃkesar mango of Junagadh: ગીરના આંબામાં મોર આવવાની સાથે રોગચાળો જોવા મળતા ઉત્પાદનમાં ઘટાડાની શક્યતા

કેરીની આવક ઓછી રહેવાનું અનુમાન -જૂનાગઢ માર્કેટ યાર્ડમાં પાછલા ત્રણ દિવસથી કેરીની મર્યાદિત આવક શરૂ થઈ છે. અત્યાર સુધીમાં જૂનાગઢ માર્કેટ યાર્ડમાં 200 થી લઈને 250 જેટલા કેરીના બોક્સની આવક થઈ ચૂકી છે. જેમાં 1500 થી લઇને 1700 જેટલા પ્રતિ 10 કિલો બજાર ભાવ જોવા મળ્યા હતા વેપારીઓ પણ કેરીના ઉત્પાદનને લઈને હવે થોડા ચિંતિત છે. વાતાવરણની પ્રતિકૂળતા અને કેરીના પાકમાં ઓછા ઉતારાને કારણે આ વર્ષે કેરીની આવક ઓછી રહેવાનું અનુમાન વેપારીઓ પણ વ્યક્ત કરી રહ્યા છે.

કેરીના બજાર ભાવ થોડા ઉચા -ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીના બજાર ભાવ થોડા ઉચા જોવા મળે તો પણ નવાઈ પામવા જેવું કશું નહિ હોય જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે તો સાથે સાથે ઊંચા બજાર ભાવને કારણે ગ્રાહકોને કેવી ખરીદવામાં થોડી મુશ્કેલી પણ પડી શકે છે. પરંતુ આખું વર્ષ ફળોના રાજા કેરીનો સ્વાદ માટે સ્વાદ રસીકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે ત્યારે વધેલા બજાર ભાવોની વચ્ચે પણ કેરીની બોલબાલા આ વર્ષે પણ ચોક્કસ પણે જોવા મળશે.
આ પણ વાંચોઃMango Production in Gir Somnath: વાવાઝોડાની અસરના કારણે ગીરમાં કેરીનું ઉત્પાદન ઘટે તેવી શક્યતા

ABOUT THE AUTHOR

...view details