જૂનાગઢ: વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામના રામજી મંદિરના પૂજારીનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે પૂજારીના મૃતદેહ મામલે તપાસ હાથ ધરી છે. પૂજારીએ પોતે સળગી ગયો છે કે, તેની હત્યા કરવામાં આવી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વિસાવદરના નાની મોણપરીમાં મંદિરના પૂજારીનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા - વિસાવદર ન્યૂઝ
જૂનાગઢના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામના રામજી મંદિરના પૂજારીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો હતો. પોલીસે પૂજારીના મૃતદેહ મામલે તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ
છેલ્લા કેટલાક સમયથી રામજી મંદિરમાં રતિલાલ નિમાવત પૂજારી તરીકે કામ કરતા હતા. બુધવારે પૂજારીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. અનેક તર્ક-વિતર્કો પણ ગામમાં જોવા મળી રહ્યાં છે. ગામના સીમાડામાં સળગેલી હાલતમાં પૂજારીના મૃતહેદને મળ્યો હતો. જેથી કોઈ ઈશમો દ્વારા તેમની હત્યા કરવામાં આવી હોય તેવી શંકા પણ પ્રબળ બની રહી છે. વિસાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.