શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાનગી સંસ્થાને પધરાવી દેવાના નિર્ણયનો ભારે વિરોધ - Junagadh letest news
મનપાની માલિકીનો અને મનપા દ્વારા જ સંચાલિત શામળદાસ ગાંધી ટાઉનહોલને ખાનગી કંપનીને સંચાલન માટે સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સંદર્ભે હવે વિરોધ પક્ષ મનપાના આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવીને મનપા દ્વારા લોક ઉપયોગી સંસ્થાને ખાનગી કંપનીઓને આપીને જૂનાગઢનું અહિત કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.
![શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાનગી સંસ્થાને પધરાવી દેવાના નિર્ણયનો ભારે વિરોધ AA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5980082-thumbnail-3x2-jdsif.jpg)
જૂનાગઢઃ મનપાની સ્થાયી સમિતિએ વર્ષ 2020-21નું અંદાજપત્ર જનરલ બોર્ડને સોંપ્યુ હતું, જેના પર આગામી દિવસોમાં નિર્ણય થશે. જૂનાગઢ મનપા દ્વારા નિર્મિત અને શહેરના એક માત્ર શામળદાસ ગાંધી ટાઉન હોલ અને ખાનગી સંસ્થાને સંચાલન માટે સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઇને વિરોધ પક્ષે વિરોધ નોંધાવ્યો હતો. નેતા પ્રતિ પક્ષે જણાવ્યું હતું કે, શામળદાસ ગાંધી ટાઉન હોલ લોકોની સુખાકારી અને તેમની જરૂરિયાત માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ મનપા લોકોની સુખાકારી અને જરૂરિયાતને કોરાણે મૂકીને શહેરની સારી કહી શકાય તેવી સુવિધા ખાનગી પેઢીને સોંપવા જઈ રહી છે.