જૂનાગઢ:મકરસંક્રાંતિનું પર્વ (Makar Sankranti) સનાતન ધર્મ સંસ્કૃતિમાં દાન અને પુણ્યના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. સનાતન ધર્મના મોટા ભાગના તહેવારો હિન્દુ તિથિ પંચાંગ મુજબ આવતા હોય છે, પરંતુ એક માત્ર મકરસંક્રાંતિનો તહેવાર તારીખ મુજબ આવે છે જેને લઈને પણ સંક્રાંતિ ખૂબ મહત્વનો તહેવાર બની રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સંક્રાંતિના (Makar Sankranti in Saurashtra) દિવસે પતંગ ચગાવવાની સાથે દાન પુણ્ય અને પવિત્ર સ્નાનનું પણ વિશેષ ધાર્મિક મહત્વ (Sankranti in Saurashtra Significance of charity) માનવામાં આવે છે.
આ પણ વાંચો:મકરસંક્રાંતિ 2023: જાણો ક્યારે છે મકરસંક્રાંતિ, શુભ સમય અને મહત્વ
મકરસંક્રાંતિ એટલે દાન અને પુણ્ય નો તહેવાર: સનાતન ધર્મ સંસ્કૃતિમાં મકરસંક્રાંતિના તહેવારને દાન અને પુણ્યના તહેવાર તરીકે પણ આદિ અનાદિકાળથી ઉજવવામાં આવે છે આજના દિવસે સૂર્યનું મકર રાશિમાં પરિભ્રમણ થતું હોવાને કારણે પણ તેને મકરસંક્રાંતિ કે સંક્રાંતના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે સૌરાષ્ટ્રમાં મોટે ભાગે મકરસંક્રાંતિનો તહેવાર દાન પુણ્ય અને પવિત્ર સ્નાનના તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે પાછલા કેટલાક વર્ષો દરમિયાન મકરસંક્રાંતિના દિવસે પતંગો ચગાવવાની પરંપરા પણ પ્રસ્થાપિત થતી જોવા મળે છે પરંતુ મૂળભૂત રીતે સૌરાષ્ટ્રમાં મકરસંક્રાંતિનો તહેવાર ધાર્મિક દ્રષ્ટિએ દાન પુણ્ય અને પવિત્ર સ્નાન સાથે કરવાની ધાર્મિક માન્યતા આજે પણ જોવા મળે છે અને સૌરાષ્ટ્રમાં મકરસંક્રાંતિના દિવસે દાન પુણ્ય અને પવિત્ર સ્નાન સાથે તહેવાર ધાર્મિક પરંપરા મુજબ ઉજવવામાં આવે છે.
આજે પણ સૌરાષ્ટ્રમાં મકરસંક્રાંતિના દિવસે દાન અને પુણ્યનું મહત્વ આજેના દિવસે દાન પુણ્ય અને પવિત્ર સ્નાનનું છે મહત્વ: સૌરાષ્ટ્રની પ્રાચીન ધાર્મિક પરંપરા મુજબ મકરસંક્રાંતિના દિવસે દાન પુણ્ય અને પવિત્ર નદી ઘાટ કે સરોવરમાં સ્નાન કરવાનો વિશેષ મહત્વ આજે પણ જોવા મળે છે. આજના દિવસે મુગા પશુઓને લીલો ઘાસચારો આપવાની વિશેષ પરંપરા જોવા મળે છે તો બીજી તરફ જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને તેમની જરૂરિયાત મુજબ કોઈ પણ વ્યક્તિ દાન કરે તો આજના દિવસે કરેલું દાન ખૂબ જ પવિત્ર હોવાનું પણ મનાઈ રહ્યું છે, તો બીજી તરફ આજના દિવસે પવિત્ર ઘાટ નદી કે સરોવરમાં સ્નાનને પણ ખૂબ મહત્વનું માનવામાં આવ્યું છે તે મુજબ સંક્રાંતિનું સ્નાન પણ સનાતન ધર્મ સંસ્કૃતિમાં પવિત્ર મનાઈ છે.
આ પણ વાંચો:Makarsankranti Special 2022 : તલ, ગોળ અને ખીચડો તમારા સ્વાસ્થ્ય પર કઇ રીતે પ્રભાવી છે?
સંક્રાંતિના દિવસે તલ અને ગોળના દાનનું પણ મહત્વ: વધુમાં આજના દિવસે તલ અને ગોળ તેમજ તલ અને ગોળ માંથી બનાવવામાં આવેલી શાની કે ચીકીને પણ દાન આપવાનું વિશેષ મહત્વ છે તલ ને સંગઠિત કરનાર તત્વ તરીકે જોવામાં આવે છે તો ગોળ ને મીઠાશના ભાગરૂપે જોવાય છે ત્યારે તલ અને ગોળનું દાન આજના દિવસે કોઈ પણ સંબંધને ખૂબ જ મિઠાસ પૂર્વક જોડવા માટે મહત્વનું બને છે જેથી આજના દિવસે કરેલું દાન કોઈપણ વ્યક્તિના સંબંધમાં મીઠા સાથેના ગાઢ સંબંધોને જાળવી રાખવા અને તેને આગળ ધપાવવા માટે પણ મહત્વનું બને છે જેથી આજના દિવસે તલ અને ગોળ તેમજ તેમાંથી બનેલી ચીજ વસ્તુઓને દાન કરવાનું પણ વિશેષ ધાર્મિક મહત્વ છે.