જૂનાગઢ:સંક્રાંતિ કાળમાં સૂર્ય પૂજાની સાથે ગાયના પુજનનુ વિશેષ ધાર્મિક મહત્વ આલેખવામાં આવ્યુ છે. તે મુજબ સનાતન ધર્મ સંસ્કૃતિમાં પણ સંક્રાંતિના સમય દરમિયાન ગાય અને સૂર્યદેવતાની પૂજા કરવાનો વિશેષ ધાર્મિક ફળદાયી માનવામાં આવ્યું છે. તે મુજબ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં સૂર્ય પૂજાની સાથે ગાય માતાના પૂજનનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સોમનાથ મંદિરના પંડિતો અને અધિકારીઓની હાજરીની વચ્ચે શાસ્ત્રોક્ત વિધી વિધાન સાથે સૂર્યદેવતાનું પૂજન કરાયું હતું. પુંજા બાદ બાદમાં ગાય માતાના પૂજન કરીને સંક્રાંતિની ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સોમનાથ મંદિરના પૂજારી પંડિતો અને અધિકારીઓએ હાજર રહીને સૂર્ય પૂજાની સાથે ગાય માતાના પૂજન વિધિનો લાભ પ્રાપ્ત કર્યો હતો.
Junagadh news: સોમનાથ મંદિર ખાતે સૂર્યપૂજાની સાથે ગાય માતાનું કરાયું પૂજન
સોમનાથ મંદિર ખાતે સૂર્ય પૂજાની સાથે ગાય માતાનું પૂજન કરીને સંક્રાંતિની ઉજવણી કરાઈ હતી. સંક્રાંતિ કાળમાં સૂર્યની સાથે ગાય માતાની પૂજા કરવાનો વિશેષ ધાર્મિક મહત્વ સનાતન ધર્મ સંસ્કૃતિમાં ઉલેખવામાં આપ્યું છે.
સંક્રાંતિ કાળની પૂજા વિધિ અનેક રીતે ફળદાયી:સોમનાથની ભૂમિને પ્રભાસ તિર્થ ક્ષેત્રમાં સૂર્યની ભુમી તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સનાતન ધર્મ સંસ્કૃતિ મુજબ સોમનાથની ભૂમિ પર આદી અનાદિકાળથી સૂર્યની પૂજા થતી હશે. જેના આજે પણ પુરાવાઓ સૂર્યમંદિરના રૂપમાં મળી રહ્યા છે. ત્યારે સંક્રાંતિ કાળમાં પુણ્ય કાર્ય કરવામાં આવે તો તેને વિશેષ અને અનેક રીતે ફળદાયી માનવામાં આવે છે. આજના દિવસે સૂર્ય દેવતા પર દૂધ સહિત વિવિધ તલનો અભિષેક કરીને સૂર્ય પૂજાની સાથે મહાદેવનો અભિષેક પણ કરાયો હતો. આજના દિવસે સૂર્ય અને મહાદેવને તલનો અભિષેક કરવાનું પણ વિશેષ ધાર્મિક મહત્વ છે તે પ્રમાણે આજે ધાર્મિક વિધી વિધાન સાથે પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
આ પણ વાંચોઓહો! વરસાદ કે દુષ્કાળ નક્કી કરતો દિવસ એટલે પણ ઉત્તરાયણ
મહાદેવને તલના શૃંગારના દર્શન કરીને સંક્રાંતિની અનોખી રીતે ઉજવણી: આજની પૂજા વિધિ વિશ્વ શાંતિ અને સર્વેનું આરોગ્ય સુખાકારી ભર્યું રહે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી જેમા ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો ઓનલાઈન જોડાઈને પણ ગાય માતાના પૂજનની સાથે સૂર્ય પૂજા અને સાંજના સમયે મહાદેવને તલના શૃંગારના દર્શન કરીને સંક્રાંતિની અનોખી રીતે ઉજવણી પણ કરવામાં આવી હતી. સંક્રાંતિ કાળમાં સૂર્યની સાથે ગાય માતાની પૂજા કરવાનો વિશેષ ધાર્મિક મહત્વ સનાતન ધર્મ સંસ્કૃતિમાં ઉલેખવામાં આપ્યું છે.