મેળાના સુચારુ આયોજન માટે સંતો અને અધિકારીઓ વચ્ચે યોજવામાં આવી બેઠક જૂનાગઢ:મહા શિવરાત્રી એટલે મહાદેવના ભક્તોનો મહાપર્વ. આ મહાપર્વને લઇને જૂનાગઢમાં લોકો મોટી સંખ્યામાં આવે છે. પોલીસની સાથે સંતો પણ લોકોની ચિંતા કરતા હોય છે. જેને લઇને આગોતરી તૈયારીઓ કરવામાં આવે છે. મહા શિવરાત્રીના મેળાના આયોજનને લઈને ભવનાથના સાધુ-સંતો અને જુનાગઢ જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓની એક સંયુક્ત પરામર્શ બેઠક યોજવામાં આવી હતી. જેમાં આગામી મહા શિવરાત્રિના મેળાના આયોજનને લઈને કામગીરીની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
પોલીસ સંગ સાધુઓના સાથ સાથે મહાશિવરાત્રીની તૈયારીને આખરી ઓપ મેળા માટે બેઠક:આગામી તારીખ 15 મી ફેબ્રુઆરીના દિવસે ભવનાથની ગિરિ તળેટીમાં આદી અનાદી કાળથી યોજાતા આવતા મહાશિવરાત્રીના મેળાને લઈને જિલ્લા વહીવટી તંત્ર અને ભવનાથ મંડળના સાધુ સંતોની એક પરામર્શ બેઠક યોજવામાં આવી હતી. જેમાં મહામંડલેશ્વર હરગીરી મહારાજ હરિહરાનંદ ભારતી સહિત ભવનાથ મંડળના સાધુ-સંતોએ હાજરી આપી હતી. બીજી તરફ જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસવડા કમિશનર સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ કે, જે મેળાની જવાબદારી સાથે સંકળાયેલા છે તે તમામ જોડાયા હતા.
પોલીસ સંગ સાધુઓના સાથ સાથે મહાશિવરાત્રીની તૈયારીને આખરી ઓપ આ પણ વાંચો Holi 2023: હોળીનો તહેવાર કન્યા રાશિમાં આવતો હોવાને કારણે આ દિવસે લીલો રંગ પહેરવો શુભ
સંતો તરફથી સુચનો:આગામી મહાશિવરાત્રીના મેળામાં સુચારું આયોજન થાય તેને લઈને સાધુ-સંતો તરફથી સુચનો વહીવટી તંત્રને આપવામાં આવ્યા હતા. જેનો સ્વીકાર કરીને આગામી મેળાના સુચારુ આયોજન થાય તે માટે સાધુ સંતો અને જિલ્લાના અધિકારીઓ વચ્ચે સહમતી સધાઈ હતી. ભવનાથ મેળાના આયોજનના કેન્દ્ર સ્થાને રહેલા મહામંડલેશ્વર હરગીરી મહારાજ મેળાના આયોજન થાય. તે માટે કલેકટર કમિશનર અને પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે ખાસ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે.
મેળાના સુચારુ આયોજન માટે સંતો અને અધિકારીઓ વચ્ચે યોજવામાં આવી બેઠક આ પણ વાંચો Mahashivratri Melo 2023 : જૂનાગઢમાં મહાશિવરાત્રીને લઈને નાગા સન્યાસીઓનું તળેટીમાં થયું આગમન
તૈયારી પૂર્ણ કરી:જુનાગઢ જિલ્લા કલેકટર રચિત રાજે મેળાના આયોજનને લઈને વહીવટી તંત્ર દ્વારા જે કામગીરી શરૂ કરવાની હતી. મેળાના આયોજન સાથેની જે વ્યવસ્થાઓ જેતે વિભાગ દ્વારા ઊભી કરવામાં આવનાર હતી. તે તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. વન વિભાગ મ્યુન્સિપલ કમિશનર અને પોલીસ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારી અને કર્મચારીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી તારીખ 15 તારીખથી મહાશિવરાત્રીનો મેળો તેની ભવ્યતા સાથે શરૂ થઈ શકે તેવી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
મેળાના સુચારુ આયોજન માટે સંતો અને અધિકારીઓ વચ્ચે યોજવામાં આવી બેઠક ગીરનાર વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓનું ઘસારો જોવા મળતો હતો. જેને લઈને ગંદકીનું પ્રમાણ વધી ગયું છે આવી પરિસ્થિતિમાં મેળાના સમય દરમિયાન સ્વચ્છતા અને સફાઈને લઈને ખૂબ ધ્યાન રાખવામાં આવે. તેવું માર્મીક ભાષામાં જિલ્લાના અધિકારીઓને જણાવ્યું હતું--હરીગીરી મહારાજ